બોલિવૂડમનોરંજન

RRR માં 20 મિનિટના રોલ માટે આલિયા ભટ્ટને મળ્યા આટલા કરોડ, અજય દેવગનની ફી સાંભળીને ચોંકી જશો!

બહુચર્ચિત ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે અને તેને ચાહકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજા મુખ્ય ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મે રિલીઝ પહેલા જ મોટી કમાણી કરી લીધી છે. ટ્રેડ પંડિતોના અનુમાન મુજબ, આ ફિલ્મ લગભગ 1000 કરોડનો બિઝનેસ કરવા જઈ રહી છે. જ્યારે રિલીઝ પહેલા ફિલ્મના બધા રાઈટ્સ અને ડિસ્ટ્રિબ્યુશનની રકમ મળીને 800 કરોડની કમાણી કરી લીધી છે.

આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. આજે અમે તમને જણાવીશું કે, આ બહુચર્ચિત ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને અજય દેવગનને કેટલી ફી ઓફર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ આ ત્રણ કલાકથી પણ વધુ સમયની ફિલ્મમાં કુલ 20 મિનીટથી પણ ઓછા સમય માટે જોવા મળી છે. તેમ છતાં આલિયા ભટ્ટનો રોલ ફિલ્મમાં જોરદાર બતાવવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પોતાના આ નાનકડા રોલ માટે આલિયા ભટ્ટને એક કે બે કરોડ નહીં પરંતુ સંપૂર્ણ 9 કરોડ રૂપિયા ફી તરીકે આપવામાં આવ્યા હતા. હવે વાત કરીએ એક્ટર અજય દેવગનની, સમાચારો અનુસાર, અજયનો પણ ફિલ્મ RRR માં એક નાનો પરંતુ મજબૂત રોલ છે.

તેની સાથે કહેવામાં આવી રહ્યું છે કે, અજયને ફિલ્મ RRR માટે 35 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગણે માત્ર 7 દિવસમાં તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તેમ છતાં હવે જોવાનું એ મજાનું રહેશે કે, અજય અને આલિયા પોતાના પાત્રોથી દર્શકોનું કેટલું ધ્યાન ખેંચી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button