બોલિવૂડમનોરંજન

વરુણ સૂદ સાથેના બ્રેકઅપ બાદ દિવ્યા અગ્રવાલે લાઈવ વીડિયોમાં વહાવ્યા આંસુ? જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદના બ્રેકઅપના સમાચારોની વચ્ચે ચાહકોને હચમચાવી દીધા છે. તાજેતરમાં, બિગ બોસ OTT વિજેતા દિવ્યા અગ્રવાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી દીધી છે કે, હવે તેમના અને વરુણ વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ રહ્યો છે. તેમના ચાહકો બ્રેકઅપ પાછળનું સાચું કારણ જાણવા માટે આતુર છે. જ્યારે બીજી તરફ અભિનેત્રી મધુરિમા રોયનું નામ વરુણ સૂદ સાથે જોડાવા લાગ્યું છે. આ બાબતમાં સ્પષ્ટતા આપતા દિવ્યાએ પોતાની તરફથી સત્ય કહેવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન, કેટલાક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિવ્યા અગ્રવાલના જૂના વીડિયોને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દિવ્યા અગ્રવાલનો એક જૂનો લાઈવ વીડિયો ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને વાયરલ કરી રહ્યા છે કે, બ્રેકઅપ બાદ તેઓ લાઈવ આવ્યા અને આંસુ વહાવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને તોડી-મરોડીને ચાહકોની વચ્ચે શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો દિવ્યા અગ્રવાલે લોકડાઉનના દિવસોમાં શેર કર્યો હતો. આસપાસની પરિસ્થિતિ જોઈને દિવ્યા એકદમ તૂટી ગઈ હતી. વીડિયોમાં તેની સાથે વરુણ સૂદ પણ જોડાયો હતો. દિવ્યાએ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન તેના પિતાને ગુમાવ્યા હતા અને થોડા સમય બાદ તે લાઈવ આવી અને ચાહકો સાથે પોતાનું દુઃખ શેર કરવાનો પ્રયાસ કર્યો હતો.


જ્યારથી દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી સોશિયલ મીડિયા પર પ્રતિક સહજપાલના ફેન હોવાનો દાવો કરનારા કેટલાક લોકો તેમની હદ વટાવતા જોવા મળી રહ્યા છે. તેમાંથી ઘણા લોકો કહી રહ્યા છે કે, દિવ્યા અહીં ડિઝર્વ કરે છે. વાસ્તવમાં Ace of Space અને Bigg Boss OTT દરમિયાન દિવ્યા અને પ્રતીક વચ્ચે ઘણી દલીલો થઈ ગઈ હતી. આ જ કારણથી પ્રતિકના કેટલાક ફેન્સ હંમેશા દિવ્યા અગ્રવાલને નિશાન બનાવતા રહે છે.

[quads id=1]

Related Articles

Back to top button