Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જ્યોતિષધાર્મિક

શ્રાવણ મહીના ના પહેલા સોમવારથી કરો આ કામ પૂર્ણ થશે દરેક મનોકામના.. જુઓ શ્રાવણી સોમવાર નું પૂરુ લિસ્ટ.

શ્રાવણ નો મહીનો શરૂ થવાનો છે. પંચાંગ અનુસાર 26 જુલાઇ 2021 ના દિવસે શ્રાવણ નો પહેલો સોમવાર છે તો શ્રાવણ નો છેલ્લો સોમવાર ક્યારે છે? તો આવો જાણીએ.. 

અષાઢ નો મહીનો શરૂ થયા બાદ શ્રાવણ ના મહીના ની શરૂઆત થાય છે. શ્રાવણ નાં મહીના ને સાવન નો મહીનો પણ કહેવામાં આવે છે.  હિંદુ કેલેન્ડર ની મુજબ અષાઢ માસ ને ચોથો અને શ્રાવણ માસ ને પાંચ મો માસ ગણવા માં આવ્યો છે. પૂજા પાઠ માટે શ્રાવણ નો મહીનો સૌથી ઉત્તમ મહીનાઓ માંનો એક માનવા માં આવ્યો છે.

શ્રાવણ માસ માં ભગવાન શિવ ની પૂજા:

શ્રાવણ મહીના માં ભગવાન શિવ ની ખાસ પૂજા કરવા માં આવે છે. શ્રાવણ નો સંપૂર્ણ મહીનો ભગવાન શિવ ને સમર્પિત છે. માન્યતા છે કે શ્રાવણ નાં મહીના માં આવતા દરેક સોમવાર ના દિવસે જો વિધિસર ભગવાન શિવ ની પૂજા કરવા માં આવે તો દરેક પ્રકાર ની મનોકામનાઓ પૂરી થાય છે. આ માસ માં કાંવડ ની પવિત્ર યાત્રા ની પણ શરૂઆત થાય છે. શ્રાવણ માસ માં જ્યાતિર્લિંગ નાં દર્શન કરવા ને ખુબ જ શુભ માનવા માં આવ્યું છે.

શ્રાવણ નો મહીનો ક્યાર થી શરૂ થઈ રહ્યો છે?

પંચાગ અનુસાર અષાઢ માસ નો અંત 24 જૂલાઈ 2021 અને પુનમ ની તિથિ નાં દિવસે થવા જઈ રહ્યો છે. આ પૂનમ ની તિથી ને અષાઢી પૂર્ણિમા પણ કહેવા માં આવે છે. શ્રાવણ માસ ની શરૂઆત તેના આગળ નાં દિવસ થી એટલે કે 25 જૂલાઈ 2021 થી થશે.

શ્રાવણ માસ નું મહત્વ:

શાસ્ત્રો માં શ્રાવણ નાં  મહીના નું ખાસ મહત્વ હોવાનું જણાવવા માં આવ્યું છે. આ મહીના માં ભગવાન શિવ ની વિશેષ ઉપાસના કરવા માં આવે છે.આ માસ માં શાસ્ત્રો નો અભ્યાસ કરવો, પવિત્ર ગ્રંથો નાં ઉદ્દેશ ને સાંભળવા એ ખુબ જ શુભ માનવા માં આવે છે. ધાર્મિક કામો  કરવાથી સકારાત્મક ઉર્જા માં વધારો થાય છે તેમજ મન અને ચિત્ત બંન્ને શાંત રહે છે.

શ્રાવણી સોમવાર  2021 

શ્રાવણ નાં દરેક સોમવાર નું વિશેષ મહત્વ હોય છે, પરંતુ પહેલા અને છેલ્લા સોમવાર ને ખુબ જ મહત્વપૂર્ણ માનવા માં આવ્યો છે. સોમવાર નાં વ્રત માં વિધિ અને અનુશાસન બંને  નુ ધ્યાન રાખવું જોઈએ, તો જ વ્રત નો પૂર્ણ લાભ મળે છે. તો ચાલો જાણીએ શ્રાવણી સોમવાર ના વ્રત કઈ તારીખે છે..

  1. પહેલું શ્રાવણી સોમવાર વ્રત 26 જુલાઈ 2021
  2. બીજુ શ્રાવણી સોમવાર વ્રત 2 ઓગસ્ટ 2021
  3. ત્રીજુ શ્રાવણી સોમવાર વ્રત 9 ઓગસ્ટ 2021
  4. ચોથુ શ્રાવણી સોમવાર વ્રત-16 ઓગસ્ટ 2021

પૂજનમાં શિવમંત્રનો જાપ કરવો

શ્રાવણ મહીનામાં શિવ પૂજનની સાથે જ શિવ મંત્ર ૐ મહાશિવાય સોમાય નમ: કે પછી ૐ નમ: શિવાય મંત્ર ઓછામાં ઓછા 108 વાર જપવુ જોઈએ જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે આ સાથે જ શિવ પરિવાર નુ પણ પૂજન કરવું.

 

[quads id=1]

Related Articles

Back to top button