Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંજ્યોતિષધાર્મિક

પૈસા આપ્યા વગર ક્યારેય ના લેવી આ 7 વસ્તુ, નહિતો શનિદેવ નારાજ થઈ આવી શકે છે આ ભયંકર નુકશાન

ઘણી વાર આપણે મંદિરમાં પૂજા માટે જઈએ છીએ, અને સામગ્રીમાં કઈક ઘટતું હોય તો આપણે બીજા પાસેથી અથવા અન્ય ભક્ત પાસેથી કેટલીક પૂજા સામગ્રી માંગીએ છીએ, પરંતુ શું આપ તેમ કરવું યોગ્ય નથી. બીજા કોઈ ની પાસે થી લીધેલી પૂજા સામગ્રી ની ઉપાસના ફળદાયી નથી. આ સાથે, એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં તકરાર વધવા લાગે છે. પૈસા કે દાન વિના કોઈની પાસેથી પૂજાની કોઈ સામગ્રી લેવી જોઈએ નહીં.

ઘરમાં પૈસાની બચત અને પોઝિટિવ એનર્જી કાયમ રાખવા માટે પોતું કરો ત્યારે એક દિવસ પાણીમાં મીઠુ નાખીને પોતુ જરૂર કરો. આવુ કરવાથી ઘરમાં ખુશી અને સકારાત્મક ઉર્જા કરે છે. ઘરમાં કંકાસ અને આર્થિક મુશ્કેલીઓથી દૂર કરવા માટે ડ્રોઈંગ રૂમમાં ક્યારેય પણ મંદિર ન રાખો. આવુ કરવાથી ઘરની આર્થિક સ્થિતિને નુકશાન થાય છે. ઘરનુ મંદિર હંમેશા રસોઈ ઘરની પાસે જ બનાવવુ જોઈએ.

જો જીવનમાં લાંબા સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે તો ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં મીઠાનો ડબ્બો મુકી દો. આવુ કરવાથી ઘરની આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.બાથરૂમના દરવાજા પણ ક્યારેય ખુલ્લા ન મુકશો. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધશે,અને ઘરમાં કંકાશ થશે. જેની અસર તમારા આરોગ્ય અને ધન બંને પર પડે છે.

શાસ્ત્રો મુજબ પૈસા આપ્યા વિના કોઈની પાસેથી જો તલ લઈને તેનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.કારણ કે તલ ખાસ કરીને શનિની સાથે અને રાહુ-કેતુ સાથે સંકળાયેલ છે.જયારે એવું કહેવામાં આવે છે કે રાહુ-કેતુની ખરાબ અસર પડે છે,ત્યારે તલનું દાન કરવામાં આવે છે.પરંતુ આવી સ્થિતિમાં જો પૈસા વગર તલ લેવામાં આવે તો આ કામમાં અવરોધો ઉભા કરે છે.માટે આવું ન કરવું.

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક ઘરની અંદર મીઠાનો વધારે ઉપયોગ થતો આવ્યો છે,અને આગળ પણ થતો રહેવાનો છે,કારણ કે મીઠા વગર કોઈ પણ ખોરાક સારો બનતો નથી,તે ભોજન હમેશા સ્વાદહીન જ લાગે છે.આવી સ્થિતિમાં જોવામાં આવે તો દરેક વ્યક્તિના જીવનમાં મીઠાનું ઘણું મહત્વ રહેલું છે.

શાસ્ત્રો મુજબ મીઠું કોઈની પાસેથી પૈસા ચૂકવ્યા વિના ન લેવું જોઈએ.કારણ કે તે ખરાબ શુકન માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી મીઠું શનિ સાથે સંબંધિત છે જેથી પૈસા આપ્યા વિના મીઠું લેવામાં આવે તો તે આરોગ્ય પર ખરાબ અસર કરે છે.આટલું જ નહિ પરંતુ શનિ પણ વધારે ગુસ્સે થાય છે.માટે પૈસા આપીને જ મીઠું લેવું જોઈએ.

રૂમાલ પૈસા વગર લેવામાં આવે તો તે સંબંધોમાં તકરાર ઉભી કરે છે.માટે જીવનમાં હમેશા આ બાબત ધ્યાનમાં રાખવી કે પોતાને જો રૂમાલ વાપરવો છે તો તેના ચોક્કસ પૈસા આપવા.તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમે કોઈને ગિફ્ટ તરીકે રૂમાલ આપી શકો નહિ,કારણ કે તે તમારા પ્રેમમાં ઘટાડો કરે છે.

સોય પૈસા આપ્યા વિના ન લેવી જોઈએ.ઘણા લોકો આવી નાની વસ્તુના પૈસા શું આપવાના એમ કહીને લેતા હોય છે,પરંતુ તમારી આ એક ભૂલ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉભી થાય છે.એટલું જ નહિ પરંતુ પૈસા ચૂકવ્યા વિના સોય લેવામાં આવે તો ઘરના સભ્યો વચ્ચેનો પ્રેમ પણ ધીરે ધીરે ઓછો થવા લાગે છે.સોય લેવાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે.માટે હમેશા આવી નાની વસ્તુની પણ ચોક્કસ કીમત જરૂર ચૂકવવી પડે છે.

શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો તેલ, કે લોખંડ કોઈ પણ દિવસે બીજા પાસેથી ન લેવું જોઈએ.આટલું જ નહિ તો તે મોટું અશુભ માનવામાં આવે છે.આને કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે.એવું કહેવામાં આવે છે કે કુંડળીમાં શનિની સ્થિતિ સારી ન હોય તો સરસવના તેલથી બનેલા શાકભાજીનું સેવન કરો.આ શનિની સ્થિતિને મજબૂત બનાવે છે.લોખંડ પણ શનિ દેવનું પ્રતિક હોય છે આથી શનીદેવ ગુસ્સે થાય છે.

પૈસા કે દાન વિના ક્યારેય કોઈ ની પાસે થી દૂધ ન લો. આને કારણે તમારે ઋણ નો સામનો કરવો પડે છે. ઘણી વાર મહિલાઓ દહીં બનાવવા માટે પડોશ માં એક બીજા થી મેળવણ લે છે, પરંતુ શું તમે જાણો છો કે પૈસા વિના કોઈની પાસેથી દહીં લેવી તમારા જીવન માં અશાંતિ લાવે છે અને પૈસા ના વ્યર્થ ખર્ચ માં વધારો થવા લાગે છે.મેચબોક્સ કોઈની પાસેથી ઉધાર લેવામાં આવે છે, તો પરિવારના સભ્યોમાં વધુ ગુસ્સો છે. આ તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ બનાવે છે, તેથી પૈસા વગર મેચબોક્સ ક્યારેય ન લેવી જોઈએ.

 

[quads id=1]

Related Articles

Back to top button