Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંધાર્મિકપ્રેરણાત્મકસમાચાર

ઘરમાં દરરોજ સવારે કરો માત્ર આ એક મંત્રનો જાપ, ઘરમાં કાયમી રોગોનો નાશ થઈ અકાળ મૃત્યુના ભયથી રહેશો કાયમી દૂર

મહા મૃત્યુંજય  મંત્ર જે શિવજી પ્રત્યે ભક્તિભાવ અને મહિમા દર્શાવે છે. અને આજ મંત્રના  શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે. આ મંત્રનો જાપ કરવાથી માત્ર મૃત્યુ જ નહીં, પણ અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

ૐ ત્ર્યંબકમ યજામહે સુંગધી પૃષ્ટી વર્ધનમ | ઊર્વકમિવ બન્ધનાન મૃત્યોમુક્ષીય માઅમૃતાત | 

આ મંત્રના 108 વાર જાપ કરવાથી અકાળે મૃત્યુ પર જીત મેળવી શકાય છે. આ મંત્ર, જે મૃત્યુ પર વિજય મેળવે છે, તે ખૂબ જ ફળદાયક માનવામાં આવે છેઆ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે.

દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરી તે દૂધ પી જવાથી યૌવનની સુરક્ષામાં મદદ મળે છે. આવા ચમત્કારિક અને શક્તિમાન મંત્રનો જાપ પણ અમુક ચોક્કસ રીતે અને સમયે કરવામાં આવે તો જ તે ફળદાયી બને છેહેવાય છેકે ભગવાન શિવ આ મંત્રથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. જો કોઈ અકાળ મૃત્યુથી પીડાઇ રહ્યું છે, તો તેણે પોતાને અથવા બ્રાહ્મણો દ્વારા આ મંત્રનો સવા લાખ વાર જાપ કરવો જોઇએ. જેથી અકાળે મૃત્યુનું જોખમ ટળી જાય છે. તે જ સમયે, જો કુંડળીમાં કોઈ ગંભીર બીમારી અથવા અકસ્માતનો યોગ છે, તો તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

આ મંત્રનો જાપ કરવાથી કોઈપણ પ્રકારનો ભય દૂર થાય છે. દરરોજ મંત્રનો જાપ કરવાથી મન શાંત અને ભયમુક્ત બને છે.આ મંત્રનો જાપ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જેથી તમે હતાશા, તાણ જેવા રોગોથી બચી શકો છો.નિરોગી શરીર માટે સવારના સ્નાન કર્યા પછી, આ મંત્રનો રુદ્રાક્ષની માળા સાથે જાપ કરો. તેનાથી શરીરમાં રહેલા રોગ દુર થાય છે. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો. તો શ્રાવણ મહિનામાં શિવલિંગ સામે મંત્રનો જાપ કરવો જોઈએ. જેથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.

હિંદુ ધર્મમાં થતી દરેક ગતિવિધીઓ પાછળ વૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય છે. જેને સામાન્ય મનુષ્ય સમજી પણ નથી શકતો. મહામૃત્યુંજય જાપના ધ્વનિ ઉચ્ચારણ પાછળ પણ આવું જ રહસ્ય છુપાયેલું છે. આ મંત્રનું લાંબા સ્વર અને ઉંડા શ્વાસ સાથે ઉચ્ચારણ થાય છે. અને, આ ક્રિયા વારંવાર કરવામાં આવે છે. જેથી શરીરમાં રહેલી સૂર્ય અને ચંદ્રની નાળિયાઓમાં કંપન પેદા થાય છે. જેથી શરીરમાં સાતચક્રની શક્તિઓ પેદા થાય છે.આ શક્તિઓ મંત્રના ઉચ્ચારણ કરનાર અને મંત્રને સાંભળનારના શરીરમાં ઉત્પન્ન થાય છે. જેથી એક રોગપ્રતિકારક શક્તિ પેદા થયા છે. જેથી અનેક બિમારીઓથી મુક્તિ મળે છે.

[quads id=1]

Related Articles

Back to top button