Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશ

IND vs ENG: પહેલી વન ડે મેચના રન પછી શિખર ધવન આ રેકોર્ડ તરફ આગળ વધશે, કોહલી પછી ધવન પણ આ ખિતાબ મેળવી શકશે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાતી વન ડે શ્રેણીની બીજી મેચ આજે રમવાની છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં શ્રેણી અત્યારે રમાઇ છે. પ્રથમ વન ડે મેચમાં ભારતે ઇંગ્લેંડને 66 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતના શાનદાર ઇનીંગ ઓપનર શિખર ધવને 98 રન કર્યા હતા. આજની વન ડે મેચમાં શિખર ધવન મેદાનમાં ઇંગ્લેંડ સામે ઉતરશે ત્યારે આજે પણ શિખર ધવન એક મોટા રેકોર્ડ કરવાના ધ્યેયમાં જ આવશે.

શિખર ધવન પાસે આજની વન ડે ક્રિકેટમાં તેના 6 હજાર રન પુરા કરવાનો મોકો છે. શિખર ધવનને આજની વન ડે ક્રિકેટમાં તેના 6 હજાર પૂરા કરવા માટે 94 રન જેટલો દૂર છે. ગબ્બર જો આજની બીજી વન ડે ક્રિકેટમાં આ તેના અગત્યના ધ્યેયને પર કરી લે તો, તે ભારતમાં વિરાટ કોહલી પછીનો સૌથી ઝડપી 6 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની શકે એમ છે.

ભારતમાં સૌથી ઝડપી 6 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ વિરાટ કોહલી એ કર્યો હતો. વિરાટ કોહલી એ 136 ઇનીંગમાં જ તેનો ધ્યેય પૂરો કર્યો હતો. શિખર ધવન આજની બીજી વન ડે મેચમાં જો 94 રન કરવામાં સફળ બને છે તો, તે 138 ઇનીંગમાં તેનો ધ્યેય પૂરો કરી લેશે.

ધવન 6 હજાર રન પૂરા કરનારો દશમો ભારતીય બેટસમેન બની શકશે. જો તે 6 હજાર રન પૂરા કરે તો તે કેન વિલિયમસન થી પણ આગળ નીકળી શકે છે. કેન વિલિયમસન એ પોતાના 6 હજાર રન પૂરા કરવા માટે 139 ઇનીંગ રમી હતી. ભારતમાં અત્યારે કોહલી બાદ સૌથી ઝડપ થી 6 હજાર રન પૂરા કરનારો ખેલાડી સૌરવ ગાંગુલી બીજા નંબર પર છે. સૌરવ ગાંગુલી એ પોતાના કેરિયરની 147 મી ઇનીંગમાં 6 હજાર રનના પૂરા કર્યા હતા.

T20 સિરીઝમાં ટીમમાં ભાગ ન લેવા છતાં, પ્રથમ વન ડે મેચમાં ધવન ખૂબ સારી જોશમાં જોવા મળ્યો હતો. શિખર ધવન એ ટીમ માટે ખૂબ જ સારી શરુઆત કરી હતી. ધવન એ રોહિત શર્મા સાથે મળીને પ્રથમ વિકેટમાં 64 રનની ભાગીદારી કરી હતી, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી.

જોકે શિખર ધવન ફક્ત 2 રન માટે જ પોતાનુ શતક ચુકી ગયો હતો. બેટ્સમેનોના જોરદાર દેખાવ અને ફેમસ કૃષ્ણાની ડેબ્યુ મેચમાં જોરદાર બોલીંગ કરી હોવાથી ભારતે ઇંગ્લેંડને પ્રથમ મેચમાં જ હરાવી દીધુ હતુ.

[quads id=1]

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button