Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Editorialઅજબ ગજબજાણવા જેવુંજ્યોતિષધાર્મિકપ્રેરણાત્મકફેક્ટ ચેક

રુદ્રાક્ષ પહેરવાથી શરીરમાં થાય છે આ ચમત્કારી ફાયદા, માત્ર 15 દિવસ કરી લ્યો ટ્રાય ફાયદા જાણીને ચોંકી જશો

રુદ્રાક્ષનું નામ સાંભળીએ ભગવાન શિવની ભક્તિના દર્શન થાય છે. શિવજીની જટામાં અને શૃંગારમાં પણ રુદ્રાક્ષનો ઉપયોગ થાય છે. રુદ્રાક્ષ એક પવિત્ર મણકો છે જેમાં એકમુખી થી ચૌદ મુખી સુધીના જોવા મળે છે. શિવજીની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે તે જાણીએ.

આ રુદ્રાક્ષને ધારણ કરવાથી માનસિક શાંતિ, શારીરિક સમસ્યામાં રાહત થાય છે. જીવનમાં નસીબના ભાગ્યનો સાથ સહિતના લાભ થાય છે. રુદ્રાક્ષની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. અને તેના આર્યુવેદીક ઉપાયો પણ આપ્યા છે.શ્રાવણ માસના કોઈપણ સોમવાર, શિવરાત્રી કે કોઈ પણ પૂનમના દિવસે ધારણ કરવાથી શુભ ફળ આપે છે.રુદ્રાક્ષ સવારના સમયે ધારણ કરવો જોઈએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમે સવારના સમયે સ્નાન કર્યા બાદ પહેરી શકો.

રુદ્રાક્ષ ધારણ કરવાના સાત દિવસ પહેલા સરસોના તેલમાં ડુબાડી રાખો. આઠમે દિવસે તેને સરસોનાં તેલમાંથી કાઢી, સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને પંચામૃત (દૂધ,મધ,દહી, તુલસી અને ગંગાજળ) મા ડુબાડો.પંચામૃતમા થોડો સમય રાખ્યા બાદ તેને કાઢીને ગંગાજળથી પવિત્રકરી તેના ચંદનનું તિલક લગાવો. ત્યાર બાદ તમે તેને ધારણ કરો.

રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ તમે જ્યારે પણ મંદિરે જાવ તો તેને શિવલિંગ સાથે સ્પર્શ કરાવો.સમયાંતરે તેને ગંગાજળ અને પંચામૃતથી પવિત્ર કરો. રુદ્રાક્ષ ધારણ કરતા સમયે તમને જણાવ્યા પ્રમાણેના મંત્રો માથી કોઈ પણ એક મંત્રનો જાપ ૧૦૮ વખત કરવો. મંત્ર જાપ કરવાથી રુદ્રાક્ષ સાથે જોડાયેલ લાભ જલ્દી પ્રાપ્ત થશે. આ બે દિવ્ય મંત્ર છે જે શિવપુરાણમાંથી લેવામાં આવ્યા છે. “ॐ હ્રી નમઃ ॐ કલીનમઃ ”

રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ પછી આટલું જરૂર ધ્યાનમાં રાખો.માંસનુ સેવન ન કરવું. પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો કે રુદ્રાક્ષને હમેશા પવિત્ર જગ્યાએ રાખો. ક્યારેય પણ તેને ગંદા હાથ વડે સ્પર્શ ન કરો.તેને હંમેશા નાભિથી ઉપર જ ધારણ કરો.

હિન્દુ ધર્મ અનુસાર રુદ્રાક્ષ પહેરવો શુભ છે. રુદ્રાક્ષ પહેરવો માત્ર ધાર્મિક પરંપરા અનુસાર જ શુભ નથી, પરંતુ તેના ઘણા સ્વાસ્થય લાભ પણ છે. રુદ્રાક્ષમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ગુણોને કારણે અદભૂત શક્તિ હોઇ છે. રુદ્રાક્ષ વિધુત ઉર્જાના આવેશને સંચિત કરે છે.જેનાથી આમાં ચુંબકીય ગુણ વિકસિત થાય છે. તેને ડાય ઈલેક્ટ્રિક પ્રોપર્ટી કહેવામાં આવે છે. રુદ્રાક્ષની ડાયનામિક પોલેરિટી અદભૂત હોઇ છે, આ તમારા મસ્તિષ્કમાં અમુક કેમિકલ્સને પ્રોત્સાહિત કરે છે.

રુદ્રાક્ષ તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિને માટે ફાયદાકારક છે. તેના સિવાય તણાવ અને ચિંતાની સમસ્યાથી હેરાન લોકોએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેનાથી તમારો માનસિક તણાવ ઓછો થાય છે અને શરીરની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. તેના સિવાય તેને પહેરવાથી તણાવ ડિપ્રેશન અને માથાનો દુ:ખાવો ઓછો થતો રહે છે.

રુદ્રાક્ષની માળા પહેરવાથી પારિવારિક જીવન સુખમય બને છે. જો તમારાથી અજાણતાં કોઈપણ પ્રકારનાં પાપ થઈ ગયા હોય તો તે પાપમાંથી મુક્તિ આપે છે. જીવન સુખમય બને છે. જો પતિ-પત્ની વચ્ચે ઘણીવાર વિવાદ થતો હોય તો રુદ્રાક્ષ ધારણ કરવાથી તે પરિસ્થિતિ સુધરે છે.લગ્ન જીવન થોડા દિવસોમાં સુખદ બને છે.

માળાની અસરથી વ્યક્તિ ભૂત અને અવરોધોથી છૂટકારો મેળવે છે. મનમાં કોઈ ડર નથી. માણસનું મન સત્કર્મ તરફ આગળ વધે છે.બાર મુખી રુદ્રાક્ષ દ્વાદશ એટેલે કે આદિત્ય સ્વરૂપે છે જે જીવનમાં પ્રકાશ પ્રકટ કરે છે.તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નસીબ ચમકી ઉઠે છે.ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનને શાંતિ મળે છે.

એકમુખીથી ચૌદ મુખી રુદ્રાક્ષના અલગ અલગ ફાયદા છે. જે રાશિના ગ્રહ અનુસાર ધારણ કરાય છે.વધુ જાણકારી માટે આપના આસપાસના જ્યોતિષ કે પંડિતજી પાસેથી માહિતી મેળવી ધારણ કરવો.

[quads id=1]

Related Articles

Back to top button