એકદમ ગજબ !! આ દેશની છોકરીઓને ઉઠાવીને લઈ જાય છે છોકરાઓ, જબરદસ્તી કરવા પડે છે લગ્ન, તમે જાણીને નહીં કરી શકો વિશ્વાસ..
આજના આધુનિક યુગમાં ઘણો બદલાવ આવ્યો છે. એવી ઘણી છોકરીઓ અને છોકરાઓ છે, જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છા પર પોતાનો જીવનસાથી પસંદ કરે છે. જો કે એક સમય એવો હતો જ્યારે છોકરીઓને તેમના ભાવિ પતિની તસવીર પણ બતાવવામાં આવતી નહોતી પંરતુ હવે સમય બદલાઈ ગયો છે. જો કે, આજે પણ આ દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં મહિલાઓ અને છોકરીઓના મંતવ્યો સમાન માનવામાં આવે છે. હકીકતમાં આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં પુરુષને કોઈ છોકરી પસંદ આવે તો તે તેનું અપહરણ કરી લેવામાં આવે છે અથવા તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. જેના લીધે સ્ત્રીએ પણ પુરુષ સાથે લગ્ન કરવા પડે છે.
આ સુમ્બા નામના ટાપુ પર કરવામાં આવે છે
હકીકતમાં ઇન્ડોનેશિયાના બાલીના પૂર્વ ભાગમાં સુમ્બા નામના ટાપુ પર ઘણી પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. તમને આ સાંભળીને વિચિત્ર લાગશે કે અપહરણને ગુનો માનવામાં આવે છે, પરંતુ અહીં અપહરણને ગુનો માનવામાં આવતો નથી.
જો છોકરાને કોઈ સ્ત્રી કે છોકરી પસંદ આવી જાય છે તો છોકરો તેનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરી લે છે. આટલું જ નહીં, ઘણી વખત છોકરાના સબંધીઓ પણ અપહરણ કરવા સાથે જતા હોય છે. છોકરી પુરુષ સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં તેના વિશે કંઈ પૂછવામાં આવતું નથી.
પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે
અહીં રહેતી યુવતીઓએ ઘણું દુઃખ સહન કરવું પડે છે પરંતુ તેઓ પોતાનો અવાજ આગળ વધારવા માટે અસમર્થ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલા અધિકાર ગ્રુપ દ્વારા તેને રોકવા માંગ કરવામાં આવી છે, પરંતુ આજે પણ લોકો આ પરંપરાનું પાલન કરે છે.
અહીં એવું જરૂરી નથી કે લોકો લગ્ન માટે કુંવારી છોકરીઓને જ પસંદ કરે, જો કે ઘણી વાર તે પરિણીત મહિલાઓને પણ પસંદ કરે છે અને તે તેમને લઈ જાય છે. આવામાં આસપાસના લોકો આ બધાને રોકવાની હિંમત કરતા નથી.
બાળલગ્નના બનાવો પણ વધી રહ્યા છે
છોકરીઓની ઇચ્છાની વિરુદ્ધ જવું અને તેમની સાથે લગ્ન કરવાથી યુવતીઓની માનસિકતા પર અસર પડે છે, જ્યારે સમાચાર મુજબ આ પરંપરાને કારણે બાળલગ્નની ઘટનાઓ ખૂબ જ ઝડપી દરે વધી રહી છે.