માનવતા માટે આ ભાઈ એ લીધો ચોંકાવનારો નિર્ણય, બચાવ્યો બે મહિલા નો જીવ
એક બાજુ જયારે કાળો કેર વરતી રહ્યો છે અને ઘણા નરાધમો આ સ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે માનવતા સાવ મરી નથી ગઈ. હજી ઘણા લોકો માનવતા દેખાડી ને સેવાનું કાર્ય કરવા માટે આગળ આવી રહ્યા છે. બધી બાજુ લોકો પોતાનો અને પરિવાર નો જીવ બચાવવાં માટે ખુબ મહેનત કરી રહ્યા છે. રાજસ્થાન ના રહેવાસી અકીલ મન્સૂરી નામના વ્યક્તિ એ પોતાના રોઝા તોડી ને માનવતા નો ધર્મ નિભાવ્યો હતો અને બે મહિલાઓ ને પ્લાઝ્મા ડોનેટ કર્યું છે.
વિગતવાર જોઈએ તો 32 વર્ષીય અકીલ મન્સૂરી એ રમજાન ના રોઝા તોડી ને બે કોરોના ના દર્દી મહિલાઓ ને પ્લાઝ્મા ડોનેટ કર્યું હતું. અકીલ મન્સૂરી ગયા સપ્ટેમ્બર મા કોરોના ને માત આપી ને સાજા થયાં હતા. જ્યારે આ વ્યક્તિ ને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે ૩૬ વર્ષીય નિર્મળા અને ૩૦ વર્ષીય અલકાને પ્લાઝ્મા ની જરૂર છે તો તેઓ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોતે પ્લાઝમા નું દાન કરવા માટે આગળ આવ્યા હતા.
ઉદયપુરના સ્પેસિફિક હોસ્પિટલમાં નિર્મલા ચાર દિવસથી અને અલકા બે દિવસથી દાખલ હતા. બંને મહિલાઓને પ્લાઝ્મા ની જરૂર હતી. ખબર સાંભળીને અખિલ મન્સૂરી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરે તેમને ટેસ્ટ કર્યો અને જાણવા મળ્યું કે તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે એકદમ સક્ષમ છે.
પ્લાઝમા ડોનેટ કરતા પહેલા ડોક્ટરે તેમને કંઈ ખાવા માટે કહ્યું હતું. અકેલે જ્યારે ખબર પડી કે ભૂખ્યા પેટે પ્લાઝ્મા ડોનેટ નહીં કરી શકાય ત્યારે તેણે અલ્લાહ ની માફી માંગી ને હોસ્પિટલ મા જ રોઝા તોડ્યા હતા અને બે મહિલા નો જીવ બચાવ્યો હતો. પ્લાઝ્મા દાન કરવા માટે રોઝા તોડવા અકીલ મન્સૂરી સહેજ પણ ખાચકાયા ન હતા.