Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબધાર્મિકપ્રેરણાત્મકફેક્ટ ચેક

વહુના કહેવાથી વૃદ્ધ માં ને દીકરો મૂકી આવ્યો વૃદ્ધાશ્રમ, પછી માતાએ જે કર્યું તે જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે

અત્યારની પેઢીને લગ્ન પછી કે પહેલા બધી રીતે સ્વતંત્ર રહેવું કે ફરવું ગમે છે ના કોઈ રોક ટોક એવું જ હોય છે કે તેઓ એમની રીતે જ એમની જિંદગી જીવે.પરિવાર લગ્ન કરાવી આપે પછી તો બસ પોતાની રીતે લાઈફ જીવવાની જોઈએ ના કોઈ લાજ કે શરમ બસ પોતાની રીતે અલગ રહેવાનું ફરવાનું જોઈએ. માતા પિતા એમના પર બોજ લાગે છે.

આ વાર્તા છે એક વૃદ્ધ માતા જેમનું નામ રમા બા જેમની ઉમર 80 વર્ષની છે. અને તેમના નોકરી કરતા દીકરા રાજની જે એની જ ઓફિસમાં કામ કરતી રીયા નામની છોકરી સાથે લગ્ન કરે છે. રીયા આજની આધુનિક છોકરી જે વહુ બન્યા પછી જ પોતાની રીતે જીવન જીવવામાં માને છે. રમા બાની ઉમર વધુ તેથી તે ઘરનું કામ કરી નથી શકતા.

આથી ઘરમાં અસ્તવ્યસ્ત રીતે રહેતા હતા. દીકરો અને દીકરાની વહુ બંને નોકરી કરતા હતા અને ઘર સંસાર ચાલ્યા કરતો હતો,પણ હજી લગ્નના 1 વર્ષ પછી પણ દીકરાના ઘરે પણ હજુ કોઈ નાનું બાળક ન હતું. એટલે દીકરો અને વહુ નોકરી પર જાય ત્યારે બાદ બા ઘરમાં એકલા જ રહેતા. ઘરમાં કોઈ પણ તેને ટાઈમ આપતું ન હતું. આખો દિવસ નોકરી કરવામાં વ્યસ્ત દીકરા, વહુ બાની જોવાનું તો દૂર ધ્યાન પણ આપતા.

રીયા ને ઘરમાં બા એકલા રહેતા એ ખુબ જ ખટકતું હતું. કારણ કે ઘરનું કામ કાજ વધી જતું હતું, બા માટે અલગથી રસોઈ બનાવવી પડતી હતી. આ બધુ જોતાં તેણે એક દીવસ વિચાર્યું કે જો ઘરથી થોડે દૂર જ વૃદ્ધાશ્રમ છે તો ત્યાં બાને મુકી દઈએ તો આ વાત તેને રાજ ને કહી કે જો આજના સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખુબ જ સરસ બની ગયા છે અને આમેય બા ઘરે એકલા જ રહે છે. અને એમને પણ કોઈ સાથ જોઈતો હોય એ આપણને કહેશે નહિ.

જો આપણે બા ને ત્યાં મૂકી આવીએ તો. અને એવુ હોય તો બાને આપણે મળવા પણ જશું. હવે બા ને આપણા ઘરમાં નહિ મજા આવે. બા ને પણ વૃદ્ધાશ્રમ એ ઘર કરતા વધારે મજા આવશે. અહી બા ને એકલું લાગે ત્યાં એમની સાથે એમની ઉંમરના ઘણા વ્યક્તિઓ હશે તેથી તેમને સથવારો મળી રહેશે.રિયાની વાત સાંભળી રાજ માણી ગયો.

બીજા દિવસે સીધા બાને વડીલને ત્યાં જવાનું કહી લઈ ગયા.વૃદ્ધાશ્રમમાં મેનેજર સાથે વાત કરી બા બીજા બધા વડીલો ને મળવા ગયા ત્યારે મેનેજરને બધુ સમજાવી તે આગળ વધ્યો તો પાછળથી રમા બા મોટે થી ખુશ થઈ હસતાં હતા. આ જોઈને રાજ ને નવાઈ લાગી અને તે મેનેજર પાસે ગયો. મેનેજરને પૂછ્યું સર એવુ શું થયું કે મારી બા આટલા ખુશ હતા. શું એ મારા વિષયમાં કંઈ આટલું સાંભળીને મેનેજર થોડું હસવું આવે છે.

બા અને કહે છે કે ના એ તમારા વિશેની વાત નથી. પણ મારી એમની સાથે ખુબ જ પહેલાની ઓળખાણ છે. એટલે અમે એ બધી વાતો કરતા હતા. અને હું તમારા માતા પિતા બંનેને હું ખુબ જ સારી રીતે ઓળખું છું. પછી મેનેજરે દીકરાને પૂછ્યું કે તમે એમના કોણ થાવ. રાજે જવાબ આપ્યો”હું એમનો દીકરો, કેમ?”

તેથી મેનેજરને થોડુ આશ્ચર્ય થયું અને તેણે ફરી પૂછ્યું તમને ખબર છે કે તમારા બાના દીકરા છે? દીકરાએ જવાબ આપ્યો કે, “હું તો મારી બાનો એકનો એક જ દીકરો છું.” ત્યારે મેનેજર કહે છે કે, તમને ખ્યાલ ન હોય પણ આજથી 30 વર્ષ પહેલા અહી આ આશ્રમમાંથી તમારા માતા અને પિતા તમને મારી પાસેથી જ લઈ ગયા હતા. દીકરાને મેનેજરની આ વાત સાંભળી ખુબ જ દુઃખ અને દર્દ થાય છે. તેમ છતા પોતાની રીયાના ડરથી તે મેનેજરની આ વાત સાંભળી છતાં તેના વૃદ્ધ બા ને ત્યા જ આશ્રમમાં મૂકી ને આવી જાય છે.

આ સમય પછી દીકરો ક્યારેય તેની માતાને નથી ફોન કરતો કે મળવા આવતો નથી. પરંતુ તેના રમાબા હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા કે મારા દીકરા અને વહુ ખુશ રહે અને સુખી રહે. બાને વૃદ્ધાશ્રમમાં છોડ્યાના ત્રણ વર્ષ બાદ દીકરાની વહુનું મૃત્યુ થઇ જાય છે અને તે રાજ ખરાબ રસ્તે ચઢી જાય છે. અને તેની તબિયત બગડતા તે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે તે કોમામાં જતો રહે છે. આ ખબર મળતા મેનેજર રમાબા ને જાણ કરે છે કે બા રાજ ની હાલત વધુ ખરાબ છે આપણે હોસ્પિટલ જવું પડશે, જો તમારે આવવું હોય તો આટલું સાંભળીને રમા બા લાગણીમાં વહી જાય છે અને હોસ્પિટલ તરફ પગ માંડે છે.

હોસ્પિટલમાં જતાં જ સીધા બા પોતાના દીકરા પાસે જય વ્હાલ વરસાવે છે, અને રમા બા ના સ્પર્શ થી તે કોમા માંથી બહાર આવે છે અને 10 દિવસ પછી રજા મળે છે ,આ બધુ જોયા પછી મેનેજર બાને પુછયુ કે જે દીકરાએ પાચ વર્ષ સુધી તમને એક ફોન પણ ના કર્યો તમને ખબર ન પૂછી અને આજે એ દીકરાની સાર સંભાળ લેવા તમે તૈયાર થઈ ગયા.

તેની સેવા માટે તરતજ હાજર થઇ ગયા? આટલું સાંભળતા બા ફક્ત એટલું જ બોલ્યા કે “સાહેબ, છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય. ”દુનિયાની દરેક માતાની મમતા આવી જ હોય છે. દીકરા ભલે ગમે તેવું ખરાબ વર્તન કરે માતાના પ્રેમમાં ક્યારેય પણ ખોટ આવતી નથી. તેથી જ તો કહેવાય છે કે ‘માં તે માં બીજા બધા વગડાના વા’.

[quads id=1]

Related Articles

Back to top button