સમાચાર

રાત્રિ કર્ફ્યુના લીધે વાહન ના મળતા પાંચ વર્ષની દીકરીએ માતાના ખભા પર જ ગુમાવ્યો જીવ, જાણો આ કરુણ ઘટના વિશે…

આપણે બધા જાણીએ છીએ કે હાલમાં દેશભરમાં કોરોના કેસ અંગે ફરી એકવખત ભારે ભય મચી ગયો છે. એક વર્ષ અગાઉની જેમ ફરી કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના લીધે સરકાર અને જે તે શહેરોના પ્રશાસન દ્વારા જરૂરી નિયમો લાદવામાં આવ્યા છે. જેથી કરીને શક્ય કોરોના ના કેસમાં ઘટાડો કરી શકાય.

આજ ક્રમમાં સુરત, રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવે છે. એટલે કે રાતે કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકશે નહીં. જેથી કરીને રાતે 9 વાગ્યાની આસપાસ સાધનો અને દરેક સુવિધાઓ બંધ થઈ જાય છે. જોકે મેડિકલ જેવી તાત્કાલિક જરૂરિયાત ખુલ્લી રાખવામાં આવે છે.

આવામાં આજે અમે તમને સુરતના એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમારી આંખો ભરાઈ આવશે. સુરતમાં રાત્રિ કર્ફ્યૂ ના લીધે બધી જ સુવિધાઓ બંધ હતી. આવામાં એક નાનકડી બાળકીની તબિયત લથડી હતી પંરતુ રાતે કર્ફ્યૂ ની સ્થિતિ હોવાને લીધે કોઈ સાધન મળી શક્યું નહોતું. જેના લીધે માતા તેને ખભા પર બેસાડીને દવાખાને લઇ જતી જોવા મળી હતી. જોકે તેનું અધ રસ્તે જ મોત થયું હતું.

આ સમગ્ર ઘટના સુરત શહેરના પાંડેસરાના વાલકનગરમાં નિવાસ કરતી અર્ચના નામની પાંચ વર્ષની પુત્રીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. બાળકીને સતત ઝાડા તથા ઉલ્ટીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના લીધે તેની માતા તેને હોસ્પિટલ લઈ જવા માટે રોડ પર વાહન શોધવા આમ તેમ ભટકતી જોવા મળી હતી.

પરંતુ કફર્યુ હોવાના લીધે કોઈપણ વાહન જોવા મળ્યું નહોતું. આવામાં પુત્રીની તબીયત વધુ ખરાબ થવાને લીધે તેની માતા તેને ખભા પર બેસાડીને હોસ્પિટલ તરફ દોડી પડી હતી. જોકે બાળકીને સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ થયું હતું. આ સમય રાતના સમયે પિતા નોકરી પરથી ઘરે પાછા આવી શક્યા નહોતા.

જેના લીધે માતા દ્વારા બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે કોશિશ કરવામાં આવી હતી. આ સાથે આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે માતા જોડે કોઈ મોબાઈલ ફોન ન હોવાને લીધે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.

[quads id=1]

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button