આગામી સમયમાં વર્ષ 2022 ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણી યોજાશે. જેની શરૂઆત અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તેના માટે તૈયારીઓ કરવા લાગી છે. ચુંટણીને લઈને ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા દાવા કરી રહ્યા છે અને દિલ્હીના કેજરીવાલની નજર ગુજરાતની વિધાનસભાની ચુંટણી પર છે.
ગુજરાતના અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. સરકારથી કંટાળીને લોકો આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે. જેથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બની ગઈ છે.
ટુંક સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી નવી ઊંચાઈએ જોવા મળશે. દિવસે દિવસે તેની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. 2022 ચુંટણી પહેલા જ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતમાં ગામડાઓમાં જઇને લોકો સાથે જન સંવેદના કાર્યક્રમો કરી રહ્યા છે.
આજની મળતી માહિતી મુજબ બનાસકાંઠા કાંકરેજ તાલુકાના આકોલી ગામ અને ખોડા ગામમાં જન સંવેદના મુલાકાત સાથે કોરોનામાં અવસાન પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમમાં પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ નેતા વિજય સુવાડા, સંગઠન મંત્રી રમેશ નાભાણી, જિલ્લા પ્રમુખ પ્રશાંત, તાલુકા પ્રમુખ દાદુજી ઠાકોર સહિત હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આકોલી ગામ અને ખોડા ગામના લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાને જોઇને કાર્યક્રમમાં આવ્યા હતા. બે ગામો ભેગા થતાં 1000થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમમાં આવી જતા લોકપ્રિયતા વધી ગઈ છે.