રાજ્યમાં ચોરીના કેસોમાં સતત વધારો થયો રહ્યો છે જે શહેરોમાં હવે દીનદહાડે ચોરો ચોરીના બનાવને અંજામ આપીર રહી છે જાણે કે તેમને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેમ હવે ચોરો બેફામ બની રહ્યા છે, જો કે ચોરો હવે પોલીસ સ્ટેશનની સામેથી પણ ચોરી કરતા અચકાઈ રહ્યા નથી, ત્યારે આજે આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોરે પોલીસ સ્ટેશનની સામેથી જ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ચોરીનો બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે. જો કે સુરતમાં ચોરીના બનાવમાં ઘણો મોટો વધારો થયો છે દરરોજ ને દરરોજ સુરત પોલીસમાં ચોરી થયા ના કેસ નોંધાય રહ્યા છે, ત્યારે હવે આજે પોલીસ સ્ટેશનની સામેથી જ ચોરી થઇ જતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.
આ ચોરી સુરતના શહેરના વરાછા પોલીસ સ્ટેશનની સામે થઇ છે જે પોલીસ સ્ટેશનની સામે આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીમાં ભર બપોરે ચોરી કરવામાં આવી છે. જો કે આ ચોરો મોંઘી ફોર્ચ્યુનર કાર લઈને આવ્યા હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. જે વીઆઇપી લૂંટારૂઓ હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. જેમને પોલીસ સ્ટેશનની સામે જ ભર બપોરે આંગડીયા પેઢીમાંથી 2 કરોડ રૂપિયાથી વધારે રકમ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ જાગી ગઈ છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ અહીં ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
આ ફોર્ચ્યુનર કારમાં 7 થી 8 લૂંટારૂઓ આવ્યા હતા. જેઓ રિવોલ્વર જેવા હથિયારો લઇને આંગડીયા પેઢીમાં ઘુસ્યા હતા. અને અહીં અંદર જઈને ઝપાઝપી કરીને રૂપિયા ભરેલા ત્રણ થેલા લઇને ફરાર થઇ ગયા હતા. જેમાં અંદાજે 2 કરોડ રૂપિયાથી વધારે રકમ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો આ આ આંગડીયા પેઢીને શરૂ થઇએ 15-20 દિવસ જ થયા હતા અને કરોડોની લૂંટ થઇ ગઈ છે.
જો કે આ ચોરીની આશ્ચર્યજનક વાત એ છે કે આ ચોરીની જાણ કોઈ પણ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી નથી. ત્યારે હાલમાં પોલીસ આ આંગડીયા પેઢીના કર્મચારીઓ અને માલિકની તપાસ કરી રહી છે.