Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
દેશપ્રેરણાત્મકરાજકારણ

રશિયા-યુક્રેન યુદ્ધ અને કોવિડ જેવા પડકારોમાંથી શીખ્યા પાઠ, આત્મનિર્ભર બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે: PM મોદી

રશિયા-યુક્રેન યુદ્ધ અને કોવિડ જેવા પડકારોમાંથી શીખ્યા પાઠ, આત્મનિર્ભર બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના વાયરસ જેવા પડકારો દેશના આત્મનિર્ભર બનવાના સંકલ્પને વધુ બળ આપે છે. વર્તમાનમાં આત્મનિર્ભર બનવું જરૂરી છે. તેમણે લોકોને અપીલ પણ કરી કે ભારતમાં બનેલા ઉત્પાદનોને પ્રમોટ કરે.

જણાવી દઈએ કે PM મોદી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન (SGVP) ના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન પર લખાયેલા પુસ્તક ‘શ્રી ધર્મજીવન ગાથા’ના 6 ખંડના વિમોચન પર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ અવસરે PM મોદીએ કહ્યું કે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’નું સૂત્ર શાસ્ત્રીજી મહારાજના ‘સર્વજન હિતાય (બધાનું કલ્યાણ)’ના આહ્વાનથી પ્રેરિત હતા.

એજન્સી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દરેક વ્યક્તિ નવા પડકારોનો સામનો કરી રહી છે. અમે કોરોના વાયરસનો અનુભવ કર્યો અને હવે યુક્રેન-રશિયા યુદ્ધનો અનુભવ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આજની દુનિયામાં ક્યારે અને શું થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. આની આપણને કેવી અસર થશે?

પીએમ મોદીએ કહ્યું કે દુનિયા એટલી નાની થઈ ગઈ છે કે એક દેશ અન્ય દેશોની ઘટનાઓથી પ્રભાવિત થયા વિના રહી શકતો નથી. આ દરમિયાન વોકલ ફોર લોકલનું સ્લોગન આપતાં તેમણે કહ્યું કે સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપો. તેનાથી રોજગારી ઉત્પન્ન થશે અને દેશ મજબૂત બનશે.

[quads id=1]

Related Articles

Back to top button