પતિ-પત્ની વચ્ચે જો ખૂબ લડાઈ-ઝઘડા થતા તો ચોક્કસ આ ત્રણ વાતો પર ધ્યાન આપવું જોઈએ
આ ત્રણ વાતો નું ધ્યાન રાખવાથી તમારું વૈવાહિક જીવન બની જશે ખુશનુમા
આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં સુખી વિવાહિત જીવનનું રહસ્ય ખૂબ સારી રીતે વર્ણવ્યું છે. ચાણક્યએ પતિ-પત્ની વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા માટે ઘણી નીતિઓ લખી છે. ચાણક્ય કહે છે કે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકે છે. જ્યારે સંબંધોમાં વિશ્વાસનો અભાવ હોય છે, ત્યારે વૈવાહિક જીવનમાં તણાવ અને વિખવાદની સ્થિતિ ઊભી થાય છે. જો સમયસર પરિસ્થિતિ સુધારવામાં નહીં આવે, તો પછી પતિ-પત્ની નો સંબંધ તૂટી જવાના માર્ગ આવી જાય છે. ચાણક્ય કહે છે કે દરેક પતિ-પત્નીએ વિવાહિત જીવનને આનંદપ્રદ બનાવવા માટે સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ.
ચાણક્યની ગણતરી એક મહાન શિક્ષણશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી તરીકે થાય છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં સુખદ અને વૈવાહિક જીવનને અસર કરતી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્યના જણાવ્યા અનુસાર, જાણો કેવી રીતે લગ્ન જીવનને ખુશ કરવું, અને શું છે તેનું રહસ્ય.
1. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો:
ચાણક્ય કહે છે કે પતિ-પત્નીના સંબંધોમાં મહત્ત્વની બાબત એક બીજા પ્રત્યે નો આદર છે. પતિ અને પત્ની જે એકબીજાને માન આપતા નથી અને એક બીજા નું અપમાન કરે છે, તેમનું વિવાહિત જીવન દુ:ખ અને મુશ્કેલીઓથી ભરેલું છે. તેથી, વિવાહિત જીવનને સુખી બનાવવા માટે, પતિ-પત્નીએ એકબીજાને માન આપવું જરૂરી છે.
2. એક બીજા સાથે કદી બોલવાનું બંધ ન કરો:
ચાણક્ય કહે છે કે કોઈ પણ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. સંવાદ એ પ્રક્રિયા છે જે કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ લાવવાનું માધ્યમ બને છે. તેથી, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો, પતિ-પત્નીએ ખુલ્લેઆમ વાત કરવી જોઈએ અને બગડેલી વાત નું સમાધાન લાવું જોઈએ. ક્યારેક આપડી ભૂલ ન હોય તો પણ માફી માંગી લેવાથી ઘણી સસ્યાઓ નું સમાધાન આવી જાય છે.
3. એક બીજા પ્રત્યે હમેશા સાચું બોલો:
ચાણક્ય કહે છે કે પતિ-પત્નીના સંબંધોમાં સત્યની વિશેષ ભૂમિકા હોય છે. અસત્ય પર ટકેલા સંબંધો થોડા સમય પછી તૂટી જાય છે. તેથી, જીવનને સાચી રીતે માણવા માટે, પતિ-પત્નીએ સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. તમે આજે ખોટું બોલશો તો એ ખોટું છુંપાવવા માટે તમારે ભવિષ્ય માં અનેક વખત ખોટું બોલવાનો વારો આવશે.