હાલમાં જ અમદાવાદમાં બનેલ એક કોરોના પીડિત પત્નીની લાગણીશીલ પણ વિચારવામાં ન આવે એવી ઘટના. કેનેડામાં રહેતા મૂળ ભારતીય ગુજરાતી પતિ પત્નીની આ ઘટના છે. ચાર વર્ષ પહેલા કેનેડામાં જ મુલાકાત થતાં બંને 2020માં લગ્ન કર્યા હતા અચાનક લગ્નના ચાર માસ પછી પોતાના સસરાને હાર્ટ એટેક આવતા તેઓ ગુજરાત આવ્યા અને સસરાની સેવા કરવા લાગ્યા.
ફેબ્રુઆરી મહિનામાં તેણીના પતિને કોરોના ચેપ લગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં એડમિત કર્યા. વધુ તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં બરોડા સિફત કર્યા જ્યાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવતા પતિ મરણ પથારી પર હોય અને તે પોતાના પ્રેમની આખરી ઈચ્છામાં પોતાના પતિનું વીર્યથી માતૃત્વ ધારણ કરવા માટે ડૉક્ટરને આજીજી કરી.
પરંતુ ત્યાંનાં ડોક્ટરોએ તબીબી કાયદા હેઠળ મંજૂરી ન મળતા ના ખી દીધું. પત્નીની પોતાના પતિ સાથે નહિ પણ એક માતાની રૂપમાં તો હું ખુશ રહીશ અને મારા પ્રેમના સંકેત રૂપે બાળકની માંગ કરતાં ત્યાંનાં ડોક્ટરોએ મેડિકલ કેસ કહી સમગ્ર મામલો કોર્ટમાં દાખલ થયો જ્યાં હાઇકોર્ટે બે સભ્યોની વાતમાં એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી. આવા કિસ્સામાં કોર્ટે સ્ત્રીને પ્રેમની પરાકાષ્ઠા અને કાયદાની મહાનતાના સંગમ તરીકે તેના પતિ ના શુક્રાણુ લેવાની મંજુરી આપી હતી.
પત્નીએ કહ્યું કે પોતાની વાત રજૂ કરી ત્યારે ડોકટરો સામે પોતાના પ્રેમ પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને કહ્યું કે મેડિકો લીગલ એક્ટ મુજબ, પતિની મંજૂરી લીધા વગર વીર્યના નમૂના લઈ શકાતા નથી. મેં ઘણી વિનંતી કરી પણ ડોક્ટરોએ તેમની અક્ષમતા દર્શાવીને કાયદા મુજબ વીર્ય આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ હાર ન માની અને આ વાત સાસુ-સસરાને કરી તો તેમને પણ હા કહી. પછી તેઓએ ત્રણેય લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચવાનું નક્કી કર્યું.
જ્યારે અમે હાઇકોર્ટમાં જવાની તૈયારી કરી. ત્યારે હોસ્પતિલમાંથી ડોક્ટરોએ કહ્યું કે તમારા પતિ પાસે ફક્ત 24 કલાક છે. અમે સોમવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને બીજા દિવસે તાકીદે સુનાવણી કરવાની વિનંતી કરી હતી અને ચુકાદો એમના તરફ આવતા રાહત અનુભવી હતી. પરંતુ હજી હોસ્પિટલમાંથી એમ જ કહેવામાં આવે છે કે અમે કોર્ટના નિર્ણયનો અભ્યાસ કરીએ છીએ.