Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબદેશરિલેશનશિપસમાચાર

મંત્રોચ્ચાર વગર બંધારણના સોગન ખાઈને વરરાજાએ કર્યાં લગ્ન, જુવો તસવીર

ભારતમાં લગ્નના અવનવા કિસ્સા સાંભળવા મળતા રજે છે એવો જ એક કિસ્સો  મધ્યપ્રદેશના સીહોરનો છે આ યુગલે અગ્નિના ફેરા ફર્યા નહીં, પરંતુ બાબા સાહેબ આંબડેકરની ફોટાને સાક્ષી માનીને સાત ફેરા લીધા હતા.

ના કોઈ પંડિત કે ન મંગળસૂત્ર, ન સેથામાં સિંદૂર એક અનોખા જ અલગ બંધારણના શપથ લઈને વર-વધૂ એકબીજાને વચન આપી શપથ લીધા હતા. માત્ર  વર-વધૂએ એકબીજાને ફૂલ માળા પહેરાવી અને બંધારણની પ્રસ્તાવના વાંચીને  શપથ લીધી હતી.

મધ્યપ્રદેશના સીહોરમાં ગ્રામ મુલ્લાનીના માલવીય સમાજના દીકરા દીપક માલવીયના લગ્ન શાઝપુરના લસુડિયા ગૌરીમાં રહેતી આરતી માલવીય સાથે નક્કી થયું હતું. એક એવા લગ્ન જ્યાં કોઈ મંત્રોચ્ચારનો ન હતો, પરંતુ ભારતીય બંધારણની પ્રસ્તાવનાની શપથ લીધી હતી.પહેલા એવા લગ્ન જેમને ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીરને માળા પહેરાવી હતી અને એમની શપથવિધિ લઈ લગ્ન કર્યા.

ડો.આંબેડકરની ફોટાના સાત ફેરા લઈને વૈવાહિક જીવનની શરૂઆત કરી. આ વાત બંને પરિવારને કહી તો તેઓ પણ વર-વધૂની વાતનું માન સંમતિ આપી હતી. આ લગ્ન માલવીય સમાજના એક મંદિરમાં જ કરવામાં આવ્યા હતા. લગ્નમાં 15 લોકો જ સામેલ કર્યા હતા. આ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.

વરરાજા દીપક માલવીયે જણાવ્યું  હતું કે મને  આજે ગર્વ છે કે બંધારણ તથા આંબેડકરની ફોટાની સાક્ષીએ લગ્ન કર્યાં. બધા જ સમાજના લોકો આમ  સાદગીથી લગ્ન કરે તે જરૂરી છે. દુલ્હન આરતી માલવીયે કહ્યું હતું કે બંધારણની શપથ લઈને નવા જીવનની શરૂઆત કરી છે. લોકો લગ્નમાં ખોટો ખર્ચો કરે છે  અને પૈસાનો વધુ બગાડ કરે છે તે હવે ઓછું કરીને સાદગીથી લગ્ન કરવા જરૂરી છે.

[quads id=1]

Related Articles

Back to top button