Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મક

14 લાખ રૂપિયા ભરેલું બેગ પરિવાર ભૂલી ગયો, આ બેગ સોસાયટી ના ચોકીદાર ને મળતા જ …

આજ કાલ લોકો પૈસા માટે પોતાના સગા ભાઈ પર પણ વિશ્વાસ કરતા નથી એવા સમયે એક સોસાયટીના ચોકીદાર નો પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. સગા સંબંધી નું અવસાન થતાં અમદાવાદ ના બોડકદેવમાં રહેતો આ પરિવાર ઉતાવળમાં ૧૪ લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયા હતા. આ બેગ સોસાયટીના ચોકીદારે જીવની જેમ સાચવીને માલિકને પરત કરી હતી.

વિગતવાર જોઈએ તો બોડકદેવના શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્ર સિંહ ના સંબંધી નું અવસાન થતા તેમનો પરિવાર ગાડી મારફતે ઇન્દોર જવા રવાના થયો. સંબંધીના અવસાન ના આઘાત મા આ પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ સોસાયટી મા જ ભૂલી ગયા.

આ બેગ સોસાયટી ના ચોકીદાર ને મળતા તેને આ બેગ ને પોતાના જીવ ની જેમ સાચવી. પરિવારે બેગ ગુમ થતા બધી જગ્યા એ તપાસ કરી પણ કોઈ જગ્યાએ બેગ નો પાટો મળ્યો નહિ એટલે અંતે છેલ્લા ઓપશન તરીકે સોસાયટી ના ચોકીદાર ને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમની પૈસા ભરેલી બેગ સહીસલામત છે.

નરેન્દ્રસિંહ ચાર દિવસ બાદ ઈન્દોરથી જ્યારે પરત આવ્યા ત્યારે ચોકીદારે ૧૪ લાખ રૂપિયા ભરેલું બેગ સહી સલામત રીતે તેના માલિકને પાછું આપ્યુ અને પોતાની ફરજ ઈમાનદારી થી નિભાવી. આ ચોકીદારનું નામ શંકર છે. તેમને નેપાળી છે. શંકરે કોરોના ના કપરા સમય દરમ્યાન પણ સોસાયટીના મેમ્બરો માટે ખુબજ પ્રામાણિકતા થી કામ કર્યું હતું.

પૈસા નું બેગ સહી-સલામત મળી જતા નરેન્દ્રસિંહ શંકરને પંદરસો રૂપિયા આપીને તેનું સન્માન કર્યું હતું. આવા સમય મા શંકર જેવા ઈમાનદાર માણસો મળવા ખુબ અઘરું છે. આ ચોકીદારે માનવતા ની એક સુંદર મિસાલ ઉભી કરી છે. આવા ઘણાય ઓછા લોકો હોય છે જે ફક્ત પોતાની મહેનત ની કમાણી માંજ વિશ્વાસ રાખે છે.

[quads id=1]

Related Articles

Back to top button