Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંધાર્મિકપ્રેરણાત્મક

શા માટે હનુમાનજીને આખા શરીરે હોય છે સિંદુર અને શા માટે ચડાવવામાં આવે છે? વાંચો અહી ક્લિક કરી તેનું રહસ્ય

હનુમાનજી ના મંદિરમાં જાવ ત્યારે હનુમાનજીને ચઢાવવા માટે સિંદુર સાથે હોય છે પરંતુ ક્યારેક મનમાં પ્રશ્ન થયો હોય કે હનુમાનજીને સિંદુર જ કેમ ચઢાવવામાં આવે છે. રામાયણની કથા અનુસાર એક વાર હનુમાનજી જયારે સીતાજીના કક્ષમાં ગયા ત્યારે સીતાજીને સેંથામાં સિંદુર લગાવતા હતા આ જોઈને હનુમાનજી આશ્વર્ય થયું અને પ્રશ્ન પૂછ્યું, ” માં તમે આ શું લગાવો છો? ત્યારે સીતાજીએ કહ્યું કે,આ સિંદુર છે, જે સૌભાગ્યવતી મહિલા પોતાના પતિની લાંબી આયુષ્ય માટે, પ્રસન્નતા અને સુખ માટે લગાવે છે.

આ વાત જાણ્યા પછી હનુમાનજીએ વિચાર્યું કે એક ચપટી સિંદુર લગાવવાથી જો સ્વામીને(શ્રી રામને) પ્રસન્નતા પ્રાપ્ત થતા હોય તો પુરા શરીરે લગાવવાથી સ્વામીને(શ્રી રામને) કેટલી પ્રસન્નતા થશે. અને ચપટી સિંદુરથી સ્વામીની આયુષ્ય જો વધી જતું હોય તો જો આખા શરીરે સિંદુર લગાવવામાં આવે તો સ્વામી અમર થઇ જશે અને ભક્તો સાથે જ પૃથ્વી પર જ રહેશે અને પ્રસન્ન રહેશે.

આટલું વિચાર્યા બાદ હનુમાનજીએ પુરા શરીર પર સિંદુર લગાવી દીધું અને જ્યાં ભગવાન શ્રીરામની રાજસભા થતી હતી ત્યાં પહોંચી ગયા.હનુમાનજીનું આ રૂપ જોઈ સભામાં સભા ગયાં બધા હસ્યા અને ઘણા એ તેમની મશ્કરી પણ કરી. ભગવાન શ્રી રામે હનુમાનજીને આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ આ સંપૂર્ણ વાત કહી અને ભગવાન શ્રીરામ હનુમાનજીનો પોતાના પ્રત્યે આટલો બધો પ્રેમ જોઈ અત્યંત પ્રસન્ન થઇ ગયા.

શ્રીરામે હનુમાનજીને તમારી શ્રદ્ધા ભક્તિ અને પ્રેમ જોઈ હું વરદાન આપું છું કે જે કોઈ ભક્ત આજે (મંગળવારે) હનુમાનને સિંદુર અને ઘી અર્પિત કરશે તો તેના પર સ્વયં શ્રીરામ પણ કૃપા કરશે અને તેના દુખ દુર કરશે. તેથી આજે વર્તમાન સમયમાં પણહનુમાનજીના ભક્તો હનુમાનજીના મંદિરે સિંદુર અર્પણ કરે છે.આ પૌરાણિક કથા હનુમાનજીને સિંદુર ચઢાવવામાં આવે છે.

વિજ્ઞાનના અનુસંધાને સિંદુર અનંત ઉર્જાનું પ્રતિક છે દરેક રંગમાં એક વિશેષ પ્રકારની ઉર્જા રહેલી હોય છે. તેવી જ રીતે સિંદુર પણ એક ઉર્જાનું પ્રતિક છે. જયારે સિંદુર હનુમાનજીને અર્પિત કરીને ત્યાર બાદ ભક્તજનો તેમાંથી તિલક કરે છે. તિલક કરવાથી બંને આંખો વચ્ચે સ્થિત ઉર્જા કેન્દ્રિત થાય છે મનમાં સારા વિચારો પણ આવે છે. તે સાથે પરમાત્માની ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. હનુમાનજીને ઘી મિશ્રિત સિંદુર ચડાવવાથી જીવનની બાધાઓ દુર થાય છે.

સિંદુર ચડાવાવનું હજુ એક કારણ છે. સીન્દુરને ધાતુ પર તેમજ હળદર અને ચુના સાથે મિશ્રણથી તેયાર કરવામાં આવે છે આ પારો આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે માટે સિંદુરનું તિલક લગાવવા થી ફાયદો થાય છે. આ ઉપરાંત ભગવાન હનુમાનજી વિષે કહેવાય છે કે ભગવાન રામે આપેલા વરદાન પ્રમાણે તેમને સિંદુર ચડાવાય છે. અને આજે પણ હનુમાન અજય અને અમર છે કહેવાય છે કે હનુમાનજી લોકોને દરેક પ્રકારની મુશ્કેલીઓથી બચાવી શકે છે.

માણસમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને નીડરતાના ભાવો લાવે છે.પૌરાણિક કથાઓ દ્વારા તેનું મહત્વ વધી જાય છે કે હનુમાનજી એ ભગવાન શિવનો જ એક અવતાર છે. ભગવાન શિવજી તેના ભક્તોની તપસ્યા અને પૂજા અર્ચનાથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે. માટે હનુમાનજી પણ તેનો અવતાર હોવાથી તેને સિંદુર ચડાવી તેની પૂજા અર્ચના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.

કળીયુગમાં પણ હનુમાનજીની કૃપા મેળવવા માટે આજે પણ આપણે જોઈએ છીએ કે મંગળવારના રોજ તેમજ શનિવારના દિવસે હનુમાનજીને સિંદુર ચઢાવી પ્રિય વસ્તુ અર્પણ કરી એમની કૃપા મેળવે છે.

[quads id=1]

Related Articles

Back to top button