Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મકસમાચાર

પિતા ને ખરા અર્થ માં શ્રદ્ધાંજલી આપવા આ દીકરી એ લીધેલા નિર્ણય ને સમાજે અપનાવવા જેવો છે.

કોરોના ને લીધે ઘણા લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ઘણાએ પોતાના માતાપિતા તો ઘણા એ દિકરા દીકરીઓ ગુમાવ્યા છે. આખો પરિવાર પણ કોરોના નો ભોગ બની ગયો હોય એવા દર્દનાક દ્રશ્યો પણ જોવાનો વારો આવ્યો છે. આામ અચાનક પરિવાર નું સદસ્ય છોડી ને ચાલ્યું જે એટલે સભ્યો માટે એ હકીકત સ્વકારવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જોકે હજી પણ એવા લોખંડી મનોબળ વાળા દિકરા દીકરીઓ પોતાના સ્વહજનો પાછળ ઘણા સારા કર્યો કરે છે.

આાજે આપણે જે દીકરીઓ ની વાત કરવાના છીએ એ દીકરીએ પિતાના અસ્થિને જમીનમાં દાટી તેના પર જ સૌથી વધુ ઓક્સિજન આપતા પાંચ વૃક્ષો રોપ્યા છે અને તેણે ઉછેરવાની જવાબદારી લીધી છે. બંને દીકરીએ આ રીતે ઑક્સીજન ની ફેક્ટરી સમાન વૃક્ષો રોપી ને પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી પાઠવી છે.

ભીમજીભાઇ જેરામભાઇ બોડા મૂળ ઇશ્વરીયા ગામના વતની છે અને છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે રાજકોટમાં વસવાટ કરી રહ્યા હતા. ભીમજીભાઈ અને તેમના પત્ની હસ્મિતાબેન ને સંતાન માં બે દીકરીઓ છે. ભીમજીભાઈના પત્ની બોડા રાજકોટની ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ઘર ના મોભી ભીમજીભાઈ ને અચાનક કોરોના થઈ જતાં તેમનું અવસાન થઈ ગયું અને પરિવારે છત્રછાયા ગુમાવી દીધી.

પરિવાર ની તસવીર 

ભીમજીભાઈના અવસાન બાદ પરિવારે પરંપરા અનુસાર તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કર્યા. તેમના આત્માના મોક્ષર્થે શાસ્ત્રોક્ત વિધીથી શાંતિ યજ્ઞ પણ કર્યો. અને અંત માં અસ્થિ વિસર્જન માટે માતા-પુત્રીએ સંકલ્પ કર્યો કે નદી કે કુંડના જળમાં અસ્થિ વિસર્જન કરીને પાણી ને પ્રદૂષિત કરવું નથી. પરંતુ તેને બદલે અસ્થિફૂલને પાંચ અલગ અલગ જગ્યાએ ખાડો કરી જમીનમાં પધરાવી ઉપર પીપળો, વડ, પીપળ, ઉમરો અને પારસપીપળો જેવા પાંચ વૃક્ષ વાવવા. જેથી વૃક્ષોના રૂપમાં એમની યાદ હમેશા જળવાય રહે. પક્ષીઓને રહેઠાણ અને ખાવાનું મળી રહે અને પર્યાવરણને પણ ઑક્સીજન ના રૂપે ફાયદો થાય.

ખાસ કરી ને ભારત માં કોરોના મહામારીમાં બીજી લહેર માં લોકો ને ઓક્સિજનની કિંમત સમજાણી છે. સ્વાસ માં પ્રદૂષિત હવા લેવાના કારણે શહેરમાં વસતા લોકોના ફેફસાં, કિડની અને લીવર ના રોગો વધી રહ્યાં છે. પ્રકૃતિ અને પર્યાવરણનું જતન નહીં કરીએ તો કોરોના જેવી મહા ભયંકર બીમારીઓ એક પછી એક આવતી જ રહેશે, તેનાથી બચવા માટે આ એક અતિ શ્રેષ્ઠ અને ક્રાંતિકારી વિચાર માનવામાં આવી રહ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button