Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જ્યોતિષસમાચાર

મનપા ચૂંટણી પરિણામઃ મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ, AAPએ સુરતમાં ખાતું ખોલ્યું

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 મી ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યા બાદ આજરોજ મતગણતરી કરવામાં આવી રહી છે. છ મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે અલગ-અલગ 15 કેન્દ્રો ઉપર મતગણતરી થઇ રહી છે.

શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ તમામ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ બીજા નંબરે જયારે આમ આદમી પાર્ટી સુરત સિવાય બીજે ક્યાંય કમાલ કરી શકી નથી. બીજી તરફ, ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર ઉતરેલી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM અમદાવાદની 4 બેઠકો ઉપર આગળ છે.

મનપા કુલ બેઠકો ભાજપ કોંગ્રેસ અન્ય બહુમતી
અમદાવાદ 192 65 10 04 97
સુરત 120 46 10 18 61
રાજકોટ 72 22 04 00 37
વડોદરા 76 15 10 00 39
ભાવનગર 52 26 06 00 27
જામનગર 64 12 05 04 33
કુલ 576 186 45 26
[quads id=1]

Related Articles

Back to top button