Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

આ કરુણ ઘટના સાંભળી ને તમે પણ કહેશો, હે ઈશ્વર આવા દીકરા કોઈ ને નો દેતો

રાજસ્થાનના અજમેરમાં એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે. અહી એક વ્યક્તિએ તેના જ પરિવારના સભ્યોની હત્યા કરી દીધી છે. હકીકતમાં, અજમેર જિલ્લાના ભીનાયમાં એક શખ્સે પ્રથમ માતા અને નાના ભાઈનેમોટા હથોડા વડે માર માર્યો હતો. તે એટલો બેશરમ હતો કે તેણે માતા અને ભાઈની હત્યા કર્યા બાદ પિતા અને અન્ય ત્રણ ભાઈઓ પર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બુધવારે ઘટી હતી.

મળેલ વિગતો મુજબ આરોપીની ઓળખ અમરચંદ તરીકે થઈ છે, જ્યારે મૃતકોના નામ કમલા દેવી અને શિવરાજ છે. આરોપીએ તેની પોતાની ભાભી અને ભત્રીજી પર પણ હુમલો કર્યો હતો, પરંતુ આ બંને સભ્યો આ હુમલામાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરની વીજળી બંધ કરીને આરોપી લગભગ બે કલાક (બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી) ઘરમાં મોત નું તાંડવ મચાવ્યું હતું. ફોટો માં જે મહિલા છે તે મૃતક માતા છે અને બેઠેલો વ્યક્તિ આરોપી છે.

જોકે, ઘટનાના 15 કલાક બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને પોલીસ દ્વારા કરેલ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે રાત્રે તે અગાસી પર સૂઈ ગયો હતો અને તેણે સપનું જોયું કે હથિયાર લ્યો અને પરિવાર ને મારી નાખો. જ્યારે તે જાગી ગયો અને ત્યારબાદ તેણે બરાબર એ જ રીતે આ ઘટનાને અંજામ આપ્યો. જોકે પોલીસને આ દલીલ પર વિશ્વાસ નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ડિપ્રેશનનો શિકાર હતો. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ત્યારે બની જ્યારે તેની પૂછપરછ ગામ લોકોએ કરી હતી અને જ્યારે તેને માતા-ભાઇના મોત અંગેની માહિતી મળી ત્યારે તે રડવા લાગ્યો હતો.

રાત્રીનાં બે વાગ્યાની આસપાસ ઘટના કેવી બની હતી, જ્યારે આરોપી અમરચંદે વીજ કનેકશન કાપી નાખ્યું હતું. પહેલા તે નીચેના ઓરડામાં સૂતી માતા પાસે ગયો, જ્યાં તેની ભત્રીજી પણ સૂતી હતી. તેણે માતાને હથોડીથી મારી નાખ્યા અને પછી ભત્રીજી પર પણ હુમલો કર્યો. જોકે, ભત્રીજી પોતાનો જીવ બચાવતા ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી નજીકના ઓરડામાં સૂતા ભાઈ શિવરાજને જગાડયો , જ્યાં તેણે કહ્યું કે ચાલ તાને મા બોલાવે છે. શિવરાજ જાગતાંની સાથે જ આરોપીએ તેને ધણ વડે હુમલો કર્યો અને તે મરી ગયો. તે જ રીતે, તે પરિવારના દરેક સભ્યો પર હુમલો કરતો રહ્યો.

[quads id=1]

Related Articles

Back to top button