સમાચાર

લેડિસ નું હતું મોબાઈલ માં ધ્યાન અને ગાડી સાઈડ માં ચાલી રહેલા એક દંપતી પર ચડાવી દીધી

વૃધ્ધ દંપતી નું ઘટના સ્થળે જ મોત.

ભારત ની રાજધાની દિલ્હી માં રોડ અકસ્માત નો એક બનાવ સામે આવ્યો છે. દિલ્હીના દ્વારકા સાઉથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમએનસીમાં કામ કરતી એક મહિલા કાર ડ્રાઈવરે રવિવારે રાત્રે રસ્તા પર જતા દંપતીને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં કચડયા બાદ દંપતી નું મોત નીપજ્યું હતું. જો કે આ વૃદ્ધ દંપતીને કચડી નાખનાર આરોપી કાર ચાલક મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે કારને કબજે કરી હતી અને આ સંદર્ભે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધી વધારે તપાસ શરૂ કરી છે.

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા વૃદ્ધ દંપતી માં 79 વર્ષીય શાંતિ સ્વરૂપ અરોરા અને તેની પત્ની 62 વર્ષીય અંજના અરોરા દ્વારકા સેક્ટર -11 માં અપ્પુ એન્ક્લેવ માં રહેતા હતા. જ્યારે આરોપી કાર ચાલક, 28 વર્ષીય દિપાક્ષી ચૌધરી પણ દ્વારકા વિસ્તારની છે. પોલીસે આરોપી દીપક્ષીની પૂછપરછ કરી આ કેસની તપાસ કરી રહી છે. રવિવારે સાંજે 6 થી 7 વાગ્યા ની વચ્ચે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ દ્વારકા સેક્ટર 11 માં સવારે દંપતી સેક્ટર 11 મસ્જિદ પાસે આવેલી સોસાયટીની સામે ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારે એક કારે પાછળથી બંનેને કચડી નાખી.

કેટલો ભયંકર અકસ્માત થયો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વૃદ્ધ દંપતી નું શરીર કાર માં ખરાબ રીતે ફસાઈ ગયું હતું. જો કે આરોપી કાર ચાલકે તાત્કાલિક તેની કાર અટકાવી હતી. જ્યારે તે કારમાંથી બહાર આવી અને ચીસો પાડવા લાગી, ત્યારે ઘટના સ્થળે લોકોનો ભારે ટોળો એકઠા થઈ ગયો. લોકોએ પોલીસને અકસ્માતની જાણકારી આપી હતી.પોલીસ ને શરૂઆત ની તપાસ માં એ વાત જાણવા મળી છે કે આ મહિલા પોતાના ફોન સામે જોઈ રહી હતી એ સમયે તેણે સાઈડ માં વોક કરી રહેલા દંપતી પર ગાડી ચડાવી દીધી હતી.

આવેલા લોકો એ કારની નીચે ફસાયેલા વૃદ્ધ દંપતીને બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અમુક મિનિટની મહામહેનત બાદ દંપતીને કાર નીચે થી બહાર કાઢી શકયા હતા. આ પછી લોકોએ તાકીદે બંનેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં પહેલા મહિલા અને ત્યારબાદ તેના પતિને મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસ કહે છે કે આરોપી કાર ડ્રાઈવર પણ નજીક ની સોસાયટીમાં રહે છે જેમાં યુગલ રહેતું હતું. આરોપી મહિલા એક મલ્ટિનેશનલ કંપની માં નોકરી કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button