Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મક

પરીક્ષા માં બે વખત નિષ્ફળતા મળ્યા બાદ થઈ ગઈ ખૂબ ખરાબ હાલત: દયનીય સ્ટોરી

ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે માણસ ભણી ભણી ને ગાંડો થઈ ગયો અને તેની પાછળ નું એક કારણ તેને મળેલી નિષ્ફળતા હોય છે. કોઈ વસ્તુ કે પદવી પાછળ ની વધારે પડતી ઘેલાછા પણ ક્યારેક માણસ ને પાગલ બનાવી દે છે. આજે આપડે આવો જ એક દાખલો જોવા જઈ રહ્યા છીએ.

હૈદરાબાદ માં રહેતી રજની તોપા નામની યુવતી સાથે પણ કઈક આવો જ બનાવ બન્યો છે. તેમને 2 વખત આઇએએસ ઓફિસર બનવા માટેની પરીક્ષા માટે પ્રયત્નો કર્યા પણ સફળ થયા નહિ. અને નિષ્ફળતા તેમના મગજ માં એવું ઘર કરી ગઈ કે તેઓ ઘરબાર વિનાના ના થઈ ગયા અને માનસિક બીમારી નો ભોગ બની ગયા. આજે ઍવી પરિસ્થિતિ છે કે તેઓ રસ્તા પર કચરો વીણતા જોવા મળે છે.

આ બહેને પોતાનું આઇએએસ બનવાનું સપનું પૂરું કરવા માટે મલ્ટી નેશનલ કંપની માં એચ આર ની જોબ છોડી ને upsc પરીક્ષા ની તૈયારી માં લાગી ગયા. પહેલા પ્રયાસ માં નિષ્ફળતા બાદ તેમને બીજો પ્રયાસ કર્યો પણ તેઓ તેમાં પણ સફળ થયા નહિ આથી ધીમે ધીમે ડિપ્રેશન નો શિકાર બનતા ગયા. તેમની સ્થિતિ એટલી બગડી ગઈ કે 8 મહિના પેલા તેમણે તેમનું ઘર પણ છોડી દીધું અને રસ્તા પર આવી ગયા. હૈદરાબાદ ના રહેવાસી આ બહેન તેના ઘર થી હજારો કિમી દૂર ઉત્તરપ્રદેશ ના એક શહેર ગોરખપુર માં કચરો વીણતા જોવા મળ્યા .

જ્યારે તેઓ 23 જુલાઇ ના રોજ એક કચરાપેટી માંથી સૂકા ભાત ગોતી ને ખાઈ રહ્યા હતા ત્યારે આસપાસ ના લોકો એ આ મહિલા ના વિશે પોલીસ સ્ટેશન માં જાણ કરી . પોલીસ જ્યારે આહી આવ્યા ત્યારે તે મહિલા એકદમ કડકડાટ ઇંગ્લિશ બોલતી હતી . પોલીસે ત્યાર બાદ આ મહિલા ને માતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ મોકલી આપ્યા . ત્યાં તેમની દેખભાળ કરવામાં આવી રહી હતી . ત્યારબાદ આ મહિલા ના પરિવાર ને આ બાબતે જાણ કરવામાં આવી અને તેમને પછી ઘરે લઈ ગયા .
આશા રાખીએ છીએ કે આ બહેન ની માનસિક સ્થિતિ જલ્દી થી સારી થઈ જાય .

[quads id=1]

Related Articles

Back to top button