ઘર માં આ જગ્યા એ મૂકી દો મોર નું પીછું અને પછી જોવો ચમત્કાર, થશે આટલા બધા લાભ….
ઘરમાં મોરનું પીછું રાખવાથી જીવનમાં આવશે સુખ-સંપત્તિ-સ્વસ્થતા, મોરના પીછાંના ઉપાયો તમારા ઘરને બનાવી દે છે ખુશહાલ અને સંપન્ન,આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.સામાન્ય રીતે મોરપંખનું નામ સાંભળતા જ આપણને કૃષ્ણ ભગવાન યાદ આવી જાય છે. કૃષ્ણ ભગવાનના માથા પર હંમેશા મોરપંખ શોભતું હોય છે. મોરપંખ ભગવાન કૃષ્ણની શોભા તો વધારે જ છે પરંતુ બીજા અનેક ફાયદા પણ આપે છે. પૌરાણિક સમયમાં મોરપંખથી મોટા-મોટા ગ્રંથની સ્થાપના કરવામાં આવતી હતી.
જ્યોતિષશાસ્ત્રમાં મોરના પીંછાનું ખુબ મહત્વ છે. તેને નવગ્રહનું પ્રતીક પણ માનવામાં આવે છે,જેને લીધે તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થાવાની સાથે સાથે વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.એવી માન્યતા છે કે મોરના પીંછા તમારી આસપાસ રહેવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થઇ જાય છે.આજે અમે તમને જણાવીશું કે મોરના પીંછા કેવી રીતે લાભદાયી છે અને તેનાથી કેવી રીતે જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે.
કુદરત દ્વરા પૃથ્વી પર જે વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તે વિવિધ રીતે માનવ જીવન માટે લાભપ્રદ હોય છે. અને માટે જ હીન્દુ ધર્મના દેવી દેવતાઓએ પણ અવારનવાર પૃથ્વી પરની આજ કુદરતી નિરાળી વસ્તુઓનો સહારો લીધો છે. તે પછી લક્ષ્મીજીનું આસન કમળ હોય કે પછી શ્રી કૃષ્ણનો શણગાર મોરનું પીછું હોય.હા, આપણે બધા જ જાણીએ છે કે શ્રીકૃષ્ણને મોરનું પીછું ખુબ જ પ્રિય છે અને માટે જ તેમને કોઈ સોનાના મુગટની સરખામણીએ તેમના માથામાં સજાવવામાં આવેલું એક નાનકડું મોરનું પીછું વધારે પ્રિય છે.
પણ શુ તમે એ જાણો છો કે શ્રીકૃષ્ણ કે જેમના માટે દુર્ભાગ્ય-સદભાગ્ય જેવું કંઈ જ નથી તેમના શણગારમાં ઉમેરો કરતું એક મોરનું પીછું તમારું ભાગ્ય ચમકાવી શકે છે ?વાસ્તુશાસ્ત્રમાં પણ મોરના પીછાંના વિવિધ ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો મોરના પીછાંનો ઘરમાં ઉપયોગ કરવામાં આવે તો તમારી શારીરિક-આર્થિક ઘણી બધી તકલીફો દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના ઉપાયો અને તેનાથી થતાં ફાયદાઓ વિષે.ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશા પર ન હોય તો તેના માટે મોરનાપીછાનો આ ઉપાય અજમાવો
જો તમને સંપત્તિથી સંબંધિત કોઇ સમસ્યા, અટકનું નામ, ધન અને યશને નુકસાન થઇ રહ્યું હોય તો આ મોરનું પીંછું તમારા માટે સાક્ષાત ઠાકુરજીનો પ્રસાદ છે. કોઈ પણ દિવસે રાધારાણીના મંદિરમાં જઇને ભગવાન કૃષ્ણના મુગટ પર મોરના પીંછાની સ્થાપના કરાવો અને તેની પ્રતિમાની પૂજા કરો. 40 દિવસ બાદ મોરનું પીંછું તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. પછી જુઓ ચમત્કાર. તમારી તિજોરી ભરાવાની શરૂ થઇ જશે. આ ઉપાય કરવાથી તમારી તિજોરી ધનથી છલોછલ ભરાઈ જાશે.
ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં રહેનાર લોકોને આર્થિક શારીરિક અને માનસિક ઘણા બધા નુકશાન થઈ શકે છે.જો તમારા ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દીશા એટલે કે પુર્વ કે ઉત્તર કે પછી ઇશાન દીશામાં ન હોય તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ રહે છે અને તેનાથી ઘરમાં રહેતા લોકોને નુકસાન પહોંચે છે.તેના માટે તમારે તમારા મુખ્ય દ્વાર ઉપર નાનકડી ગણેશજીની મુર્તિ બેસેલી સ્થિતિમાં સ્થાપવી જોઈએ અને તેના પર મોરના ત્રણ પીછા મુકવા જોઈએ. આમ કરવાથી મુખ્ય દ્વારનો આ વાસ્તુદોષ મહદ્અંશે દૂર થઈ જશે.
મંદીરમાં મોરનું પીછું રાખવાથી દાંપત્ય જીવન બને છે મજબૂત.
જે તમે તમારા ઘરના મંદીરમાં મોરના બે પીછાં રાખશો તો તમારું દાંપત્ય જીવન મજબુત બનશે. અને તમને અત્યાર સુધી જે કોઈ તકલીફ દાંપત્ય જીવનમાં પડી હશે અથવા તમને એકબીજા પ્રત્યે જે ફરિયાદો રહેતી હશે તે દૂર થશે અને સંબંધો મીઠા અને ગાઢ બનશે.મોરના પીછાંના ઉપયોગથી તમે ઘરમાં કાયમી ઘર કરી ગયેલી બીમારીઓ પણ દૂર કરી શકો છો.
જો ઘરમાંથી બીમારી જવાનું નામ જ ન લેતી હોય જેમ કે એક સભ્ય બીમાર થાય અને એ હજુ સાજુ પણ ન થયું હોય અને બીજું સભ્ય બીમાર થઈ જાય અને આમને આમ ઘરનું કોઈને કોઈ સભ્ય બીમાર જ રહેતું હોય તો તેના માટે તમારે મોરનાપીછાંનો આ ઉપાય અજમાવવો જોઈએ.તેના માટે તમારી જે બીમારીની ફાઈલ હોય કે પછી તેની દવાનું પ્રિસ્ક્રિપ્શન હોય તેમાં મોરનું પીછુ મુકી દેવું. થોડા ક સમયમાં તેનું હકારાત્મક પિરણામ જોવા મળશે.ઘરમાં પૈસો ન ટકતો હોય તો મોરનાપીછાનો આ રીતે ઉપયોગ કરો.
જો તમારા ઘરમાં પૈસો ટકતો ન હોય તો તેવા સંજોગોમાં તમારે તમારા ઘરના અગ્નિ કોણમાં ઓછામાં ઓછા 5-6 ફુટની ઉંચાઈ પર બે મોરના પીછા મુકી દેવા. પણ તેના માટે તમારે શુક્લ પક્ષના દિવસો પસંદ કરવા. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.ઘરમાં મોરના પીછાં રાખવાથી જીવ-જંતુઓ પણ દૂર રહેશેજો તમારા ઘરમાં જીવજંતુઓ જેમ કે ઉંદરડા, વંદા ગરોળી વિગરે રહેતા હોય તો દરેક રૂમમાં એક એક મોરનું પીછું રાખવાથી અથવા આ જીવ-જંતુઓ જ્યાં વધારે જોવા મળતા હોય ત્યાં મોરનું પીછું રાખવાથી તે ભાગી જાયછે.
સમગ્ર પરિવારને ખુશહાલ રાખવા માટે મોરના પીછાંનો આ ઉપયોગ કરો.
તેના માટે તમારે 7 કે પછી 9 મોરના પીછાં લેવા અને તેનાથી એક ગોળાકાર પંખો બનાવી લેવો. હવે આ ગોળ પંખાને તમારે તમારા ઘરના મંદીરમાં મુકવો. અને અઠવાડિયા બાદ તેને તમારા બેડરૂમના બેડની પાછળની દીવાલ પર લગાવી લેવો. આ ઉપાયથી તમારા કુટુંબના દરેક સભ્યોવચ્ચે એકતા રહેશે અને તેઓ હંમેશા એકબીજાથી ખુશ રહેશે.આ ઉપરાંત જો તમે ઘરના મુખ્ય ઓરડા એટલે કે ડ્રોઇંગ રૂમ કે જ્યાં આખો પરિવાર મળીને બેસતો હોય ત્યાં ઢગલાબંધ મોરના પીછા એક સાથે મુકી દેશોતો કુટુંબના સભ્યો વચ્ચે પહેલાં કરતાં પણ વધારે ગાઢ આત્મિયતા સર્જાશે અને પ્રેમ પણ વધશે.
મોરપંખના આ પ્રયોગથી ગણતરીના દીવસોમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે,જો તમારા ઘરનું બાંધકામ કે તેની દીશા યોગ્ય ન હોય તેમજ તેમાંના પાંચતત્ત્વો સંતુલિત ન હોય તો બનીશકે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરી જાય તો તમે તેને મોરપંખના આ ઉપાયથી પણ દૂર કરી શકો છો તેના માટે તમારે તમારા મંદીરમાં પાંચ મોરના પીછા મુકવા. આમ કરવાથી ધીમે ધીમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થતી જશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે.
મોરના પીછાને ખુબજ શુકુનવંતુ માનવામાં આવે છે અને સાથે જ તમારી અનેક સમસ્યાઓનું પણ સમાધાન કરી શકે છે.તમને દરેક સમયે શત્રુનો અહેસાસ થઇ રહ્યો હોય અથવા તો કોઇ શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તો મોરના પીંછા પર તમારા શત્રુનું નામ લખી દો અને ઠાકોરજીના મંદિરમાં આખી રાત મૂકી દો. સવારે ઉઠીને ન્હાયા વગર અને કોઇને કહ્યા વગર આ પીંછાને વહેતા પાણીમાં પધરાવી દો. જો પાણીમાં વહાવી ના શકો તો કોઇ ઝાડ નીચે દબાવી દો. આમ કરવાથી તમારો શત્રુ મિત્ર બની જશે. જે દરેક ડગલે તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. સાથે જ તમારી કુંડળીના દોષને પણ મોરનું પીછું દુર કરી શકે છે.
નોંધઃ મોરનું પીછું લગાવતી વખતે અથવા ઘરમાં લાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ટુટેલુ ન હોય. અને તેને ઘરમાં રાખ્યા બાદ તેના પર ધૂળ પણ ન ચડવા દેવી જોઈએ તેને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ