Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંધાર્મિકપ્રેરણાત્મક

માત્ર ૭૦ પગથિયાં ચઢીને દરેક મનોકામના પૂર્ણ કરતું ભારતનું એકમાત્ર મંદિર, અહી ક્લિક કરી જરૂર જાણી કરો તમારી દરેક ઈચ્છા પૂર્ણ

ભગવાન શિવજીનું ૧૧મો રુદ્રાવતાર હનુમાનજી છે. અને તે ચિરંજીવી છે. હનુમાનજી એ શ્રીરામના પરમ ભક્તને બધા દેવતાઓમાં સૌથી શક્તિશાળી દેવ માનવામાં આવે છે. આજના સમયમાં મહાબાલી હનુમાનજીની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે.

હાલમાં પણ હનુમાનજીન ભક્તોની કોઈ કમી નથી. દર શનિવારે પૂજા અર્ચના ઉપવાસ કરી હનુમાનજીની કૃપા ભક્તો મેળવે છે. પ્રાર્થના કરીને બજરંગબલીનો આશીર્વાદ મેળવે છે.હનુમાનજીના દર્શનથી માત્ર મન શાંત અને નિરાંત અનુભવે છે. ભારતદેશમાં ઘણા પ્રાચીન અને ચમત્કારિક સ્થળો પર હનુમાનજીના મંદિરો છે, જેમનુ અલગ જ વિશેષ મહત્વ છે. આ મંદિરો સાથે ઘણા ચમત્કારની કથા જોડાયેલ છે.

આજે એક પ્રાચીન મંદિર જે ભારતમાં આવેલ દેવભૂમિમાં આવેલા મહાબાલી હનુમાનજીના ચમત્કારિક મંદિર વિશે માહિતી આપીશું જેના વિશે દાવો કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અહીં સાચા હૃદયથી મુલાકાત કે દર્શન કરે તો તે વ્યક્તિની ઇચ્છા જરૂર પૂર્ણ થાય છે. મહાબાલી હનુમાનજીને સમર્પિત આ મંદિર નૈનિતાલમાં આવેલું છે અને મંદિરનું નામ હનુમાન ગઢી મંદિર છે. આ મંદિર અહીંના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક માનવામાં આવે છે.

આ હનુમાનજીનું પ્રખ્યાત મંદિર વેધશાળા માર્ગ પર નૈનિતાલમાં તાલીતાલથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર દરિયા સપાટીથી 1951 મીટરની ઊચાઇ પર છે. હનુમાનજીના આ મંદિર વિશે સાંભળવા મળ્યું છે કે આ મંદિર નીમ કરોલી બાબા દ્વારા ૧૯૫૦ માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની સાથે જ શીતલા માતા મંદિર અને લીલાશાહ બાપુનો આશ્રમ ટેકરીની બીજી બાજુ આવેલ છે.

એક એવું મંદિરજેના સંકુલમાં ૭૦ પગથિયા ચઢીને દર્શન કરી શકે છે.હનુમાન ગઢી મંદિર સૌથી લોકપ્રિય છે. ભગવાન હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે અહી ભક્તો નિયમિતપણે મંદિરની મુલાકાત કરી દર્શન કરે છે. હનુમાનજીનું મંદિર ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. દેશ વિદેશ દૂર-દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે.

હનુમાનગઢી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિરમાંથી આસપાસના સુંદર દૃશ્ય જોઇ ​​શકાય છે. આ મંદિરમાંથી પર્વતો અને હિમાલયના ઘણા સુંદર નજારો દેખાય છે. અહીં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલા આ જગ્યા પર જંગલ હતું અને જંગલમાં માટીના મોટા મોટા પડ ભેખડો હતા.

ચમત્કારની વાર્તા મુજબ બાબા નીમ કરોલીએ એક વર્ષ રામના નામનો જાપ કર્યો.અને આ જાપનો ચમત્કારથી આસપાસના વૃક્ષો અને છોડ પણ ભગવાન રામના નામનો જાપ કરવા લાગ્યા. જ્યારે બાબાએ આ અદભૂત દ્રશ્ય જોયું, ત્યારે તેમણે ભજન કીર્તન કરાવ્યું અને ભજન કીર્તન કર્યા પછી ભોજન ભંડાર પણ કરાવ્યો, પરંતુ જ્યારે પ્રસાદ બનાવતી વખતે ઘી ઓછું પડ્યું, ત્યારે બાબાએ તપેલીમાં પાણી ભરેલો ડબ્બો મૂક્યો અને તે પાણી ઘી બની ગયું.

આમ આ મંદિર એક આસ્થાનું પ્રતિકની સાથે ચમત્કારથી પણ પ્રખ્યાત છે. શનિવારે અહી પૂજાઓ અને ભજન કીર્તન કરવામાં આવે છે. પ્રસાદી પણ આપવામાં આવે છે.શ્રાવણના શનિવારમાં અહી ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે.

[quads id=1]

Related Articles

Back to top button