પ્રેરણાત્મક વાત: પોતે 4 પાસ હતા, પરિવાર ના 11 સભ્યો ને ભણાવી ને IAS અને IPS જેવા અધિકારી બનાવ્યા
દરેક માતાપિતા નું સપનું હોય છે કે તેમના દીકરા મોટા થઈ ને એક સારા અધિકારી કે એક સારા સફળ વ્યક્તિ બને. પરંતુ દરેક ના ભાગ્ય માં આઈએએસ કે આઇપીએસ ઓફિસર બનવાનું લખ્યું હોતું નહિ. સૌભાગ્ય વશ જો કોઈ પરિવાર માંથી આવા ઓફિસર બની જાય તો એ પરિવાર માટે એક ગૌરવ નું વાત કહેવાય છે.
પરંતુ વિચારો કે કોઈ એક જ પરિવારના માંથી અગિયાર સભ્યો આવા મોટા મોટા પદો પર અધિકારી હોય તો એ પરિવાર માટે કેવી ગૌરવ ની વાત કહેવાય. આ ખરેખર એક સપના જેવી વાત છે. પરંતુ આ સપનું હરિયાણા માં જીંદ જિલ્લા માં રહેતા એક પરિવારે સાબિત કરી બતાવ્યું છે. આ પરિવાર ના ટોટલ અગિયાર સભ્યો આવા મોટા મોટા પદ મેળવી ચૂક્યા છે અને તે બધા ને આવી સિધ્ધી અપાવવાનો શ્રેય ઘર ના એક વડીલ ના ભાગે જાય છે જે પોતે કોઈ અધિકારી નથી પરંતુ પરિવાર ના સભ્યો ને આવા અધિકારીઓ બનાવ્યા.
ચૌધરી બસંત સિંઘ શ્યોંકાંદ કે જે હરિયાણા ના જીંડ જિલ્લા ના ગામ દુમ્રખા કલા ના રહેવાસી છે જે પોતે ફક્ત ૪ પાસચે. પોતાની ઈચ્છા શક્તિ અને સારા સારા ઓફિસરો ની સંગત થી તેમને આ પોતાનું સપનું પૂરું કર્યું. પોતે ભલે ભણ્યા ન હોય પરંતુ પરિવાર જાણો ને ખુબ ભણાવ્યા.
મીડિયા રિપોર્ટ પ્રમાણે મે ૨૦૨૦ માં ૯૯ વર્ષ ની વયે આ દાદા નું નિધન થઈ ચૂક્યું છે પરંતુ તેઓ એક ઉત્તમ ઉદાહરણ ના રુપે બધા લોકો ના દિલ માં જીવિત છે તેમનો પરિવાર તેમને પેઢીઓ સુધી યાદ રાખશે. આ દાદા ના મોટા દીકરા રામકુમાર એક કોલેજ ના રિટાયડ પ્રોફેસર છે. અને તેમનો દીકરો આઇએએસ ઓફિસર છે, જ્યારે તેમની દીકરી સ્મિતી ચૌધરી અંબાલા માં રેલવે એસપી ના પદ પર છે. બસંત સિંહ ના બીજા દીકરા કૉંફએડ માં જીએમ છે અને તેમની પત્ની દિપ્તી ડીઇઓ રહી ચૂક્યા છે. આા રીતે તેમના પરિવાર ના બધા સભ્યો કોઈ ને કોઈ પદ પર ફરજ નિભાવી છે જે તેમના પરિવાર માટે અને પૂરા દેશ માટે ગૌરવ ની વાત છે.