Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મક

વધારે દાન માગવાને બદલે “હવે વધુ દાન ની જરૂર નથી”, આઇસોલેશન વોર્ડ ની બહાર આવું બોર્ડ લગાવવું પડ્યું

ભારત માં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દેવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ગુજરાત માં દરરોજ બાર હજાર કરતા પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. એમાં પણ ચૂંટણી પછી રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે વધ્યું હોય એવું છે. આજ રોજ રાજ્ય સરકારએ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે મોટા મહાનગરો સહિત 29 જેટલા શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કર્યું છે. જ્યારે અલગ-અલગ ગામડાં અને શહેરના લોકો એ અગાઉ થી જ પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉન કરી નાખું છે.

ગુજરાત રાજ્ય ના સુરત શહેર ની હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની અછત અને આઇસોલેશન સુવિધા માટે આમ આદમી પાર્ટી દ્વારા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આ કોવિડ સેન્ટર ઊભું કરવા માટે અલગ-અલગ દાતાઓએ આર્થિક રીતે દાન પણ આપ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ આવા એક આઇસોલેશન સેન્ટરની બહાર દાતાઓના નામનું એક લિસ્ટ દર્શાવતું બોર્ડ મૂક્યું અને તે બોર્ડ માં દનવીરોના નામની સામે તેમણે કેટલું દાન આપ્યું એ રકમ પણ દર્શાવી છે.

બોર્ડ માં લખ્યું છે કે “અમને સપોર્ટ કરવા બદલ તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર હાલ અમારે દાનની જરૂર નથી. અમારે જરૂરિયાત મુજબનું દાન આવી ગયું છે એટલે હવે વધારે દાનની જરૂર નથી.” આ બોર્ડ  ના લખાણ નો ફોટો પાડીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પોતાના ફેસબૂક વોલ પર અપલોડ કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, આવું બોર્ડ ક્યાંય જોયું નહીં હોય અને તેમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિવિધ સામાજિક સંસ્થાના સહકારથી સંચાલિત આઇસોલેશન સેન્ટરમાં જરૂરી સુવિધા ઉભી કરવા માટે દાતા તરફથી દાન આપવામાં આવે છે.

જેટલી જરૂર હતી એટલું દાન આવી જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સેન્ટર ઉપર એક બોર્ડ માર્યું હતું અને તેમાં લખ્યું હતું કે, હાલ દાનની જરૂર નથી. એક વાત વિચારવા જેવી છે કે ઈમાનદાર પાર્ટીના ઈમાનદાર જન પ્રતિનિધિઑ જ આવું બોર્ડ મારી શકે બાકી કોઈ જગ્યા, પાર્ટી કે સંસ્થાના કાર્યક્રમમાં આવા બોર્ડ માર્યા હોય એવું બોવ ઓછું જોવા મળે છે.

[quads id=1]

Related Articles

Back to top button