Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ખેડૂતનો દીકરો બન્યો ગુજરાતના આ શહેરનો આઇપીએસ અધિકારી, જાણો તેમની સફળતાની કહાની…

યુપીએસસી દ્વારા દર વર્ષે લેવામાં આવતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા દેશની એક પડકારજનક પરીક્ષા છે. આ પરીક્ષામાં પાસ થવા માટે સખત મહેનત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે તેને અમુક લોકો તેને પોતાના પરિશ્રમ દ્વારા પાસ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓ પોતાની મહેનતને લીધે 6 વર્ષની અંદર આઈપીએસ અધિકારી બની ગયા છે.

આજની વાર્તા રાજસ્થાનના 31 વર્ષીય યુવકની છે, જેમણે 6 વર્ષમાં પટવારીથી આઈપીએસ અધિકારી બનવાનું નક્કી કર્યું હતું. આ 6 વર્ષ દરમ્યાન તે પટવારીના સબ-ઇન્સ્પેક્ટર, જેલર, પ્રાથમિક શિક્ષક, કોલેજના લેક્ચરર અને રાજ્ય સરકારના મહેસૂલ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને આજે તેઓ ગુજરાતમાં આઈપીએસ અધિકારી તરીકે કાર્ય કરે છે.

આજે ગુજરાતના અમરેલી જિલ્લામાં સહાયક પોલીસ અધિક્ષક (એએસપી) તરીકે ફરજ બજાવતા 31 વર્ષીય પ્રેમ સુખ દેલુની વાર્તા વાંચ્યા પછી તમને ખાતરી થઈ જશે કે ભલે માર્ગ ગમે તેટલો મુશ્કેલ હોય પંરતુ મંઝિલ સુધી જો તમે પહોંચવાની હિંમત રાખો છો તો પછી કશું જ અશક્ય નથી.

પ્રેમ સુખ તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે, રાજસ્થાનના બિકાનેરમાં તેના પરિવારની ખેતી છે. પ્રેમ સુખ નાનપણથી જ સરકારી અધિકારી બનવા માંગતો હતો. ઇતિહાસમાંથી એમ.એ. કર્યા પછી તેણે વર્ષ 2010 માં પહેલી પટવારી નોકરી મળી હતી પંરતુ નોકરી મળ્યા પછી પણ પ્રેમ મહેનત કરવાથી પીછેહઠ કરતો નહોતો અને એક પછી એક પાંચ સરકારી પરીક્ષાઓમાં પરીક્ષા આપી હતી. પ્રેમ દિવસમાં પાંચ કલાક અભ્યાસ કરતો હતો.

પરિવાર વિશે વાત કરીએ તો પ્રેમ સુખના માતા-પિતાએ કંઇ ખાસ અભ્યાસ કર્યો નથી. મોટો ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે, જેણે પ્રેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ પ્રેરણા આપી હતી.

પ્રેમ સુખે તે વર્ષે જ તેણે ગ્રામ સેવકની પરીક્ષા પાસ કરી અને મદદનીશ જેલરની પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રેમ બીજા વર્ષે બી.એડ.ની પરીક્ષા પાસ કરી અને નેટ પરીક્ષા ક્લિયર કરીને કોલેજ લેક્ચરર બન્યો પણ તેમનો પ્રવાસ ત્યાં જ પૂરો થયો નહીં.

ત્યારબાદ તેણે રાજ્ય જાહેર સેવા આયોગ માટેની તૈયારીઓ શરૂ કરી હતી અને પ્રેમે પરીક્ષા આપી હતી, પરંતુ થોડાંક ગુણના કારણે તેને રિવિઝન સર્વિસ મળી. પ્રેમ કહે છે કે જે થાય છે તે સારા માટે છે, તેથી મેં આશા છોડી નહીં અને યુપીએસસી યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી.

વર્ષ 2015 માં, પ્રેમએ યુપીએસસીની પરીક્ષા લીધી, તેણે હિન્દી વિષય સાથે મુખ્ય પરીક્ષા લીધી અને વર્ષ 2016 માં આઈપીએસ અધિકારી બન્યો, જેમાં તેણે 170 મા ક્રમ મેળવ્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button