મનોરંજનસમાચાર

તારક મહેતા શો ના ચાહકો માટે સારા સમાચાર.. બે મહિના બાદ વાપસી કરી રહી છે અભિનેત્રી.. 

તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા સિરિયલ માંથી એક તો પહેલેથી દયાબેન ગાયબ છે. તે પાછા ક્યારે આવશે તેની લોકો ઉત્સુકતા થી રાહ જોઈ રહ્યા છે. ઉપરથી સ્પષ્ટ થયું કે બબીતાજી જેવી સુંદર અભિનેત્રીએ પણ શો છોડી દીધો છે.

જે લોકો માત્ર બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાને જોવા માટે જ આ શો  જોઈ રહ્યા હતા તેમને તો બાબિતાજીના શો છોડ્યા ના સમાચાર ખૂબ જ દુખદ લાગ્યા છે. જોકે બબીતાજીના ચાહકો આ વાત જાણીને રાહતનો શ્વાસ લઈ શકે છે કે દયાબેન ની જેમ બબીતાજી લાંબા સમય સુધી ગાયબ થયા નથી. 

તે માત્ર બે મહિનામાં પાછા ફર્યા છે અને તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શો સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મુનમુન દત્તા કેટલાક કારણોસર બે મહિના સુધી શોથી અલગ થઈ ગયા હતા. પરંતુ તે હવે પાછા આવી ગયા છે અને આ અઠવાડિયાના એપિસોડમાં જ જોવા મળશે.

[quads id=1]

Related Articles

Back to top button