રમત ગમત

જલંધરમાં મેચ દરમિયાન કબડ્ડી પ્લેયરની ગોળી મારી કરવામાં આવી હત્યા

પંજાબના જલંધરમાં એક આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના જલંધરના માલિયા ગામમાં કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન બની હતી. આ ખેલાડીનું નામ સંદીપ સિંહ નાંગલ છે. બે ડઝનથી વધુ યુવકોએ ગોળીબાર કરીને સંદીપ સિંહ નાંગલની હત્યા કરી હતી.

જાણકારી મુજબ, આજે સાંજે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. ફાયરિંગમાં કબડ્ડી ટીમમાં ખેલાડી સંદીપ સિંહને ઘણી ગોળીઓ વાગી હતી.

આ જોઈને ચાહકોમાં નાસભાગ થઈ ગઈ હતી. ફાયરીંગ કરનારા બદમાશો સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા. ઘટનાસ્થળ પર હાજર લોકો સંદીપને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં સ્થિતિ વધુ બગડતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર હાજર લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી અને આરોપીઓ સામે પુરાવા એકઠા કરવામાં લાગી ગઈ છે. આજુબાજુઆના વિસ્તારમાં નાકાબંધી કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, મૃતકની કોઈ સાથે અદાવત હતી કે કેમ. હાલ પોલીસ દ્વારા મૃતકના પરિજનો સાથે વાત કરીને હત્યાને લગતા તમામ પાસાઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button