ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટરે ફાફ ડુ પ્લેસીસની RCB ની કેપ્ટનશીપને લઈને આપ્યું મોટું નિવેદન
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશીપને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું છે કે, આઈપીએલ 2022 માં ફાફ ડુ પ્લેસિસ સામે કેપ્ટનશિપ સૌથી મોટો પડકાર હશે કારણ કે તે એક હાઈ-પ્રોફાઈલ ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL ની આગામી સિઝન માટે ફાફ ડુ પ્લેસિસને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ફાફ ડુ પ્લેસિસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના ભાગ હતા પરંતુ આ સીઝનથી તે RCB ની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમ આ આઈપીએલ સિઝનમાં તેના નેતૃત્વમાં પ્રથમ વખત ટાઈટલ જીતવાની આશા રાખશે. આરસીબીએ એક પણ વખત આઈપીએલનું ટાઈટલ જીત્યું નથી. ટીમ ફાઈનલમાં ચોક્કસ પહોંચી ગઈ છે પરંતુ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. તેમ છતાં આ વખતે તે ટાઈટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવા ઈચ્છશે.
જ્યારે આકાશ ચોપરાનું માનવું છે કે, ફાફ ડુ પ્લેસિસ માટે RCB ની કેપ્ટનશિપ સરળ રહેશે નહીં. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, “ફાફ ડુ પ્લેસીસ ખૂબ જ હાઈ-પ્રોફાઈલ ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. તે પ્રથમ વખત આઈપીએલની કેપ્ટનશીપ કરશે પરંતુ તે પહેલા તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન રહી ચુક્યા છે. તે એક સમ્માનિત કેપ્ટન છે.”
આકાશ ચોપરા મુજબ, ફાફ ડુ પ્લેસિસ કદાચ બધાથી સલાહ લેશે પરંતુ અંતિમ નિર્ણય તેનો પોતાનો રહેશે. તેમને જણાવ્યું છે કે, “તે હંમેશા લીડરશીપ ગ્રુપના ભાગ રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તે પોતે કેપ્ટન બની ગયા છે તો તે સંજય બાંગર અથવા માઇક હેસન તરફ જોશે નહીં. તે દરેકની વાત સાંભળશે પરંતુ કરશે તે જ જે તેમના મનમાં હશે.”
ફાફ ડુ પ્લેસિસે અગાઉ આરસીબીના ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો. ત્રણ દિવસની ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા બાદ ફાફ ડુ પ્લેસિસે ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી.