હોટેલની બેડશીટ પર હમેશાં સફેદ ચાદર કેમ હોય છે? જાણી લ્યો તેની પાછળનું આ કારણ
આપણે જ્યારે બહાર ફરવા જઈએ છીએ તો રહેવા માટે હોટેલના રૂમમાં જાવ ત્યારે રૂમમાં બેડ શીટની ચાદર સફેદ રંગની હોય છે. સફેદ રંગની ચાદર શા માટે હોય છે? એ સવાલ બધાના મનમાં હોય છે પણ ક્યારેય કોઈ પૂછતું નથી. ઘણીવાર લોકો રજાઓમાં પોતાના સ્ટ્રેસને દુર કરવા માટે ફરવા જાય છે. એવામાં હોટેલના રૂમમાં પાથરવામાં આવેલી સફેદ બેડશીટ તેમને પોતાની તરફ આકર્ષિત કરે છે.
નિષ્ણાતના મત મુજબ હોટલના રૂમ જેટલા સ્વચ્છ હશે એટલુ જ ગેસ્ટ માટે સારો અનુભવ થશે. જ્યારે કોઈ પણ ગ્રાહક હોટલમાં જાય છે.ત્યારે તેને રૂમ સાફ હોય તે વધારે ગમે છે. અને જ્યારે બેડ પર સફેદ ચાદર લગાવવામાં આવે ત્યારે રૂમ વધારે સાફ દેખાય છે.
જેના લીધે હોટલ માલીકો સફેદ ચાદર લગાવવાનું વધારે પસંદ કરતા હોય છે અને સફેદ રંગ સફાઈનું પ્રતીક માનવામાં આવે છે. સાથેજ મોટા ભાગે હોસ્પિટલોમાં પણ સફેદ ચાદર લોકો લગાવતા હોય છે.
સફેદ રંગ શાંતિનું પ્રતિક છે. સફેદ રંગ મનને શાંત રાખે છે અને રિલેક્સ ફિલ કરાવે છે. સફેદ રંગની ચાદર હોટલના રૂમમાં એટલા માટે પાથરવામાં આવે છે કે જેથી ગેસ્ટ આવે તો તેમણે શાંતિનો અનુભવ થાય છે. બાકી રિલેક્સ તો પોતાના ઘરમાં કરી શકે છે.
ચાદર ગમે તે રંગની હોય.પરંતુ જો સફેદ રંગની ચાદર ઉપર ભૂલથી કોઈ ડાઘ પણ લાગી જાય તો તેને ધોવું સરળ રહે છે.
હોટેલમાં સફેદ ચાદરને સાફ કરવા માટે ઘણીવાર બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કરવાથી કપડાં પર રહેલા બધા જંતુઓ પણ નાશ પામે છે.જૂની વાત મુજબ ઇ. સ.૧૯૯૦ સુધી રંગીન ચાદરનો ઉપયોગ થતો હતો. કેમકે હોટલ સ્ટાફને લાગતું હતું કે તેને સાફ કરવું સરળ રહે છે. તેમાં દાગ-ધબ્બા પણ નહીં દેખાતા અને મહેમાન ફરિયાદ પણ નહીં કરે.
પરંતુ 11980ના છેલ્લા વર્ષમાં બહાર દેશ વેસ્ટનની હોટલમાં ડિઝાઇનર દ્વારા એક રિસર્ચ થયું જેમાં લક્ઝરી બેડરૂમનો મતલબ શું થાય છે અને તેમણે જાણ્યું કે મહેમાનોના સ્વાસ્થ્ય માટે સફેદ ચાદર જ સૌથી સારો વિકલ્પ છે. ત્યાર પછી હોટલોમાં સફેદ ચાદરનો ઉપયોગ કરવાનું શરૂ થઈ ગયું. ધીરે ધીરે આ ટ્રેન્ડ પૂરી દુનિયામાં કરવા લાગ્યા.
સફેદ રંગમાં કોઈપણ પ્રકારનો દાગ લાગે તો તે દેખાય જાય છે. જેથી હોટલના સ્ટાફને ખબર પડી જાય છે કે હવે બદલી સાફ કરી નાંખવી જોઈએ. જ્યારે બાકી બીજા રંગોમાં ડાઘ પડતાં ઓછા દેખાય છે અને તેના પર પ્રિન્ટેડ હોવાથી ખરાબ થાય તો ખબર નથી પડતી.