જહાજ પર મિસાઇલ અટેક: ઈજરાઈલ થી ગુજરાત આવતા જહાજ પર કરવામાં આવેલા મિસાઇલ અટેકના ફોટા આવ્યા સામે, ઍન્જિન ખરાબ થવા છતાં જહાજ મુન્દ્રાના કાંઠે પોહચી.
શુક્રવારે ઇઝરાઇલનું માલવાહક જહાજ ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું. તેના પર ગુરુવારે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, આની જાણકારી મળી શકી નથી કે હુમલો કોને કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે આ ઘટના પર નજર રાખી રહ્યું છે. જોકે ભારત સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
આ જહાજ તાંઝાનિયાથી આવી રહ્યું હતું
ઇઝરાયલી કંપનીનું આ જહાજ તાંઝાનિયાથી ભારત તરફ આવી રહ્યું હતું. આ સમય દરમિયાન, એક મિસાઇલ જહાજમાં ક્રેશ થઈ ગઈ. જહાજના એક ભાગમાં આગ લાગી હતી અને એન્જિન ખોરવાઈ ગયું હતું. જહાજના સભ્યોએ આ ભીષણ આગને કાબૂમાં લીધી. પણ એન્જિન એવી સ્થિતિમાં હતું કે તેની સહાયથી આગળ જઈ શકાય.
એક મહિના પહેલા પણ ઇઝરાઇલી આવી રહેળ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.
ગયા મહિને ઓમાનના અખાતમાં ઇઝરાઇલી જહાજ પર પણ હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીની રાત્રે ઇવી ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા એમવી હેલિઓસ રે નામના આ જહાજ પર થયેલા હુમલા માટે ઈરાનને દોષી ગણવામાં આવ્યો હતો. તે સમયે ઇરાને આ આરોપને નકારી દીધો.