Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

અહી હનુમાનજી ને રોજ ચડાવવામાં આવે છે ટ્રેક્ટર ભરી ને શ્રીફળ, સાતસો વર્ષ પહેલા સ્વયંભુ હનુમાનજી થયા હતા પ્રગટ

કહેવાયછે કે મહાબલી હનુમાન કળયુગમાં પણ જીવિત છે. ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયા.મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની સહાયતા માટે પ્રગટ્યા હતા.

શ્રી અંજનીમાતાના પતિ શ્રી કેસરી હોવાથી શ્રી હનુમાનજી મહારાજ કેસરી નંદન પણ કહેવાયા. આજે અમે તમને એક એવા હનુમાન દાદા ના મંદિર વિશે વાત કરીશુ કે જે હનુમાન મંદિરે આવેલ છે શ્રીફળ નો પહાડ અને આ શ્રીફળ ના પહાડ થી આ મંદિર નું નામ પડ્યું છે શ્રીફળ મંદિર. આવો જોઈએ કયાં આવેલ છે આ શ્રીફળ નો પહાડ અને કઈ રીતે રચાયો અહી શ્રીફળ નો પહાડ. બનાસકાંઠા જિલ્લા ના લાખણી થી માત્ર છ કિલોમીટર ના અંતરે આવેલ છે ગેળા ગામમાં આ મંદિર આવેલ છે.

અહીં ગેળા ગામે શ્રીફળનો અંબાર જોઈ શ્રધ્ધાળુઓની દિવસેને દિવસે હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થતો જાય છે.અને તમામ ભક્તોની અંજનીપુત્ર બાધા-આખડીઓ પુરી પણ કરી છે.અહીં દર શનિવારે મેળો ભરાય છે, જ્યાં બધા જ પ્રકારની સગવડ મળી રહે છે. ગામમાં દર શનિવારે 50 હજારથી વધુ લોકો દર્શન કરવા આવતા હોવાછતાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઉભી થતી આજદિન સુધી જણાઈ આવી નથી.

અંદાજે સાતસો વર્ષ પહેલા અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદા ની શીલા પ્રગટ થઇ હતી અને આ શીલા ગાયો ચરાવતા ગોવાળ ની નજરે ચડી હતી અને ગોવાળે આ શીલા ની ગ્રામજનોને વાત કરતા ગ્રામજનોએ તાપસ કરી જોતા આ શીલા હનુમાન દાદા ની હોવાનું માલુમ પડ્યું. અને બસ ત્યારથી ગ્રામજનો આ શીલા ને હનુમાન દાદા ના નામથી પૂજવા લાગ્યા.

ગેડા ગામ બનાસકાંઠામાં એટલું પ્રખ્યાત છે કે શનિવાર એટલે પવિત્ર ગેડા ગામમાં હનુમાનજીના દર્શન.જેથી આગલી રાતે 12 વાગ્યાથી લઈ શનિવારની રાતના 12 વાગ્યા સુધીમાં હજારો શ્રધ્ધાળુઓ શિશ નમાવવા ઉમટી પડે છે.હનુમાન મંદિરે વરસો પહેલા એક સંત આવી પોહ્ચાય અને જેમણે હનુમાન દાદા ના મંદિરે પડેલ કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેંચી માર્યા હતા અને શ્રીફળ ની પ્રસાદી વહેંચી.એજ સાંજે એકા એક આ સંત બીમાર પડી ગયા અને જેમને જોરદાર પેટ નો દુખાવો પણ ઉપડ્યો.

જોકે આ સંતે હનુમાન દાદા ને પ્રાથના કરી કે હે હનુમાનજી મેં આજે તમારા મંદિર થી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને જેના કારણે જો હું બીમાર થયો હોઉં તો હું સવાર માં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેર્યાં છે તેના ડબલ કરી મુકીશ.અને બસ આટલું કહેતા સંત ની તબિયત સારી થઇ ગઈ.આ એક-એક શ્રીફળ કરીને ગામની બે વીઘાથી વધુ જમીનમાં શ્રીફળરુપી ડુંગરનો નજારો જોવા મળી રહ્યો. આ મંદિર હનુમાનજી શ્રીફળ મંદિર તરીકે પણ ઓળખ પ્રાપ્ત કરી ચુક્યું છે.

સવાર માં આ સંતે ગેળા ગામે આવેલ હનુમાન દાદા ના મંદિરે જઈ જેટલા શ્રીફળ વધેર્યાં હતા તેના ડબલ શ્રીફળ મૂકી હનુમાન દાદા ને મીઠો ઠપકો આપ્યો કે હે હનુમાન દાદા તે મારા જેવા સંત જોડે થી ડબલ શ્રીફળ લીધા છે તો જાઓ હવે અહીં શ્રીફળ નો પહાડ કરી બતાવજો અને બસ તયારથી આ મંદિરે ધીરે ધીરે ભક્તો નો ધસારો વધવા લાગ્યો.અહીં આવતા શ્રદ્ધાળુ શ્રીફળ વધેરવાની સાથે સાથે શ્રીફળ રડતું મુકવા લાગ્યા અને ધીરે ધીરે અહીં શ્રીફળ નો પહાડ રચાઈ ગયો જોકે આ શ્રીફળ ના પહાડ માંથી નથી તો કોઈ શ્રીફળ લઇ જઈ શકતું અને વર્ષોથી પડેલ આ શ્રીફળ નથી બગડતા કે નથી કોઈ પણ પ્રકારની આ શ્રીફળ ના પહાડ માંથી દુર્ગંધ આવતી અને આ શ્રીફળ ના પહાડ થી આ મંદિર નું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે.

આ ગામમાં હનુમાનજી વર્ષોથી શ્રધ્ધાનું કેન્દ્ર છે. ભારતભરના શ્રધ્ધાળુઓ અહીં બાધા-આખડી પુરી કરવા માટે દર શનિવારે અચૂક પધારી રહ્યા છે. અને જેવું જ કામ પુરુ થાય ત્યાં હનુમાનજીને શ્રીફળ ચડાવવાનું એટલે માનતા પુરી. ગેળા ગામે આવેલ હનુમાન દાદા ના મંદિરે દર શનિવારે દૂર દૂર થી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો લઈને દર્શન કરવા આવે છે. અહીં શનિવારે મીની મેળા જેવો માહોલ જોવા મળે છે અહીં આવતા શ્રદ્ધાળુ હનુમાન દાદા ના મંદિરે કોઈ શ્રીફળ વધેરે છે તો કોઈ શ્રીફળ રમતું મૂકે છે.

શ્રદ્ધાળુ શ્રીફળ ની સાથે સાથે આકડા ની માળા અને તેલ સિંદૂર પણ હનુમાન દાદા ને ચઢાવી ધન્યતા અનુભવે છે તો હનુમાન દાદા નું સાચી શ્રદ્ધાથી પૂજન અર્ચન કરવાથી ભક્તો ની મનોકાનમાં પૂર્ણ થાય છે.મળતી માહિતી મુજબ અહીં દર અઠવાડીયે બે ટ્રક જેટલા શ્રીફળ દાદાને ધરાવવામાં આવે છે.અને જો આ શ્રીફળની કિંમત એક શ્રીફળના એક રુપિયાનું મૂલ્ય ગણવા જઈએ તો પણ કરોડો રુપિયા થાય એટલા વિશાળ જથ્થામાં શ્રીફળનો ડુંગર ખડકાયો છે.

કહેવાય છે કે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિર નું નિર્માણ કરવા માટે ની રજા આપતા નથી. શ્રીફળ નો પહાડ એજ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે. આ મૂર્તિ ખીજડાના વૃક્ષ નીચે ખુલામાંજ બિરાજમાન હતી અને પરંતુ ગામ લોકોએ હનુમાન દાદા આગળ મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી પણ મંદિર ની રજા ના મળી અને પતરા નો સેડ બનાવની રજા માંગતા દાદાએ સેડ બનાવાની રજા આપતા આ હનુમાન દાદા ની મૂર્તિ ઉપર ગ્રામજનો દ્વારા સુંદર પતરા ના સેડ નું નિર્માણ કરાયું છે.

[quads id=1]

Related Articles

Back to top button