Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિકસૌરાષ્ટ્ર - કચ્છ

જાણો દરેક મનોકામના પૂર્ણ કરતું વાળીનાથ મંદિરના પરચા અને સાચો ઇતિહાસ, તમારા અટકેલાં કામ અવશ્ય થશે પૂર્ણ

ગુજરાત ધાર્મિક માન્યતાઓ ધરાવતું રાજ્ય છે ઘણી જગ્યાએ તમને દેવી દેવતાના પરચાઓ જોવા મળશે. ગુજરાતમાં આવેલું વાળીનાથનું મંદિર આ મંદિરના પ્રથમ મહંત વિરામ ગિરિ જેમને વાલ્મીકિજીનો અવતાર માનવામાં આવે છે.બ્રહ્માજીની આજ્ઞા લઈને ગિરનારથી ગુજરાત આવ્યા.

કંથારીયા મઠ પાસેથી પસાર થતાં હતા ત્યારે સંતોના આગ્રહથી ત્યાં રોકાયા. ત્યારપછી કાઠીયાવાડના ઘણા કાઠી દરબારોએ બાપુની કંઠી બાંધી ગુરુમંત્ર ગ્રહણ કરીને ત્યાંથી નીકળી તેઓ ઊંઝા આવ્યા. ઊંઝાના પટેલોના આગ્રહ સત્કારથી તેઓ ઊંઝા થોડાક સમય રહ્યા, થોડાક સમય ત્યાં સતકાર્યો કર્યા બાદ ઊંઝાથી ભાવભીની વિદાય લઈ તેઓ આગળ વધ્યા.

પદયાત્રા કરતાં તેઓ વિસનગરથી પસાર થતાં હતા ત્યારે વચ્ચે વનવઘડામાં થોડોક આરામ કરવા રાયણના લીલાછમ ઝાડ નીચે આસન પાથરીને ધ્યાનમાં બેસી ગયા.ત્યાંથી થોડે નજીકમાં જ  એક નાનકડો નેહડો હતો, ત્યાં મોયડાવ પાસે ત્રિભુવનભાઈ રબારી પરિવાર રહેતા હતા,તેઓ મૂળ રાજસ્થાની રબારી હતા.ત્રિભુવનભાઈ પોતાના કુળદેવી ચામુંડમાના દર્શન માટે ચાલીને મારવાડ દર્શને જતાં હતા. તેમની વધતી ઉંમર અને શરીર પણ સાથ આપતું ન હતું, ત્રિભુવનભાઈને રબારીને મારવાડ હવે ઘણું દૂર લાગતું હતું. મનોમન માને  પ્રાથના કરી, હે…મા તારા દર્શનનો કદાચ આ છેલ્લો ફેરો હશે,આવું સ્મરણ કરતાં-કરતાં તેઓ ત્યાંજ બેભાન થઇ ગયા.

ભક્તની પ્રાથના સાંભળી મા એ સ્વપ્નમા દર્શન આપતા કહ્યું કે,તું નિરાશ ન થા દીકરા, હવે હું તારી પાસે આવીશ, તારા ગામની દક્ષિણ ભાગોળે ટેકરો છે ત્યાં ખોદકામ કરાવજે,ત્યાં ભગવાન શિવજી,ગણેશજીની મુર્તિ નીકળશે. અને હું પણ ત્યાં પ્રગટ થઈશ. ત્યાં જ રાયણના  ઝાડ નીચે એક સંત આસન વાળીને બેસેલા છે. તેમની તું સેવા કરજે. તારી બધી ઈચ્છા પૂરી થશે. એજ સંતના હાથે ત્યાં મહાન તીર્થધામનો પાયો નાંખશે. આટલું સાંભળી ત્રિભુવનની આંખ ખૂલી ગઈ અને માતાજીની વાત યાદ આવી. તેના હરખનું ભાન ન રહ્યું.

ત્રિભુવનભાઈએ તેમના પરિવારને આ વાત કરી. માતાજીનાં આદેશ પ્રમાણે આ ટેકળો ખોદયો. સાક્ષાત તેમાથી પ્રથમ ગણેશ,પછી શિવજી અને છેલ્લે મા ચામુંડાની મુર્તિ પ્રગટ થઈ. ત્રણેય મૂર્તિઓને તે રાયણ ઝાડના નીચે લાવી તે આખો પરિવાર સેવા કરવા લાગ્યો. સવારે ત્રિભુવનભાઈ આ મંદિરે માની પુજા કરવા આવ્યા.ત્યારે એક જટાધારી સંતને રાયણના ઝાડ નીચે ધ્યાનની અવસ્થામાં જોયા. એમને જોતાં જ તેમણે માતાનું સપનું યાદ આવ્યું અને તેમના આખા પરિવાર સાથે  તે બાપુ પાસે ગયા જોડે કંઠી બંધાવી.

તેમને પોતાના ગુરુ માની મંત્ર ગ્રહણ કર્યો. આમ તેઓ વિરમગિરિ મહારાજના સેવક બન્યા.ત્યારબાદ સેવકો સાથે સત્સંગમાં બાપુએ બાજુમાં જમીનમાં ખોસેલો ચીપિયો ઉઠાવ્યો તો ધરતીમાંથી ધૂણી નીકળી,અને સેવકો ત્યાં ખોદતાં ધરતીમાંથી અગ્નિ નીકળી આ જોતાં વિરમ ગિરિ બાપુએ ધૂણીને પુનઃસ્થાપિત કરી અને ભાવપૂર્વક વાળીનાથની સ્તુતિ કરી.

આ પવિત્ર તપોભૂમિ ઉપર દશનામી અખાડાનો પાયો નાખ્યો. ત્રણસો વર્ષ સુધી ભક્તિ અને જ્ઞાનની ગંગા વહેવડાવી અને આ તપસ્વી મહંત પૂજ્ય વિરમ ગિરિ બાપુએ જીવનની પણ ત્યાં જ  સમાધિ લીધી ત્યારે પૃથ્વીના તટ ઉપર મહંતની વિદાય વેળાએ દર્શન માટે લોકોના ટોળાં ઉમટ્યા હતા. એ વખતે ગિરનારના તપસ્વીઓ,મઠાધિપતિઓ,મહામંડલેશ્વર પણ આ વિદાયમાં હજાર રહ્યા હતા.તેમના બાદ પ્રેમગીરીજી ગાદી પર આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button