Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

ઘર માં સુખ-શાંતિ, સમૃધ્ધિ ઈચ્છો છો ? તો આ નિયમ નું પાલન કરો, ઘર માંથી દૂર થશે નકારાત્મક ઉર્જા.

દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તે તેના તેના ઘરમાં આરામથી પરિવાર સાથે ખુશીઓની પળ વિતાવી શકે. પરંતુ ઘણી વખત, ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાને કારણે સમસ્યાઓ ઉભી થાય છે. તેનાથી બચવા માટે તમે વાસ્તુ શાસ્ત્રને લગતા કેટલાક ઉપાયો અજમાવી શકો છો.

જ્યારે શાંતિ મેળવવાની વાત આવે છે ત્યારે દરેકને પોતાનું ઘર યાદ આવે છે. પરંતુ ઘણી વાર તમને એવું પણ લાગ્યું હશે કે ઘરે પહોંચતાંની સાથે જ તમારો મૂડ બગડી જાય છે. તમે ચીડિયાપાનું મહેસુસ થવા લાગે છે. કુટુંબીઓ વચ્ચે ઝઘડા થાય છે, ઘરની વસ્તુઓ ઝડપથી બગડવાનું શરૂ થાય છે અને તમારો તણાવ પણ વધવા લાગે છે.

આ બધી વસ્તુઓ ઘરની નકારાત્મક ઉર્જા તરફ ઈશારો કરે છે. પરંતુ ચિંતા કરવાની બદલે તમે વાસ્તુ શાસ્ત્રને લગતા આ ઉપાયો અજમાવી શકો છો, જેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ મળશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

ઘરે સ્વચ્છતા જાળવો-ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ઘરમાં સ્વચ્છતા જાળવવી. જો ઘરમાં કચરા પોતા નહીં થતાં હોય, દિવાલોના ખૂણા પર જાળાઓ હશે, ટેબલ-ખુરશી પર ધૂળ હશે, ગંદા કપડા જય ત્યાં પડ્યા હશે તો ઘરમાં ક્યારેય સકારાત્મકતા આવશે નહીં. તેથી સૌપ્રથમ ઘરની સફાઈ કરો.

દરરોજ ઘરમાં કચરા પોતા કરો, દરરોજ ધૂળ કાઢો જેથી સમાન પર ધૂળ જામી ન જાય, ગંદા કપડાને અલગ લોન્ડ્રી બાસ્કેટમાં રાખો. આ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ટકી શકશે નહીં.

ઘરની બારીઓ ખોલો જેથી સૂર્ય ઘરમાં આવે – ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢવા માટે  બીજો શ્રેષ્ઠ રસ્તો એ છે કે દરરોજ થોડા સમય માટે ઘરની બધી બારીઓ ખોલવી. આ કરવાથી ઘરમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવશે જે આપમેળે નકારાત્મક ઉર્જાને દૂર કરશે. આ સિવાય એનું પણ ધ્યાન રાખો કે બારીઓ અને દરવાજા ગંદા ના હોવા જોઈએ. તેમને સાફ પણ રાખો.

રસોડામાં આ ધ્યાનમાં રાખો- આપણે જે ખાઈએ છીએ તેનાથી આપણા સ્વાસ્થ્ય પર તેમજ આપણા મૂડ પર પણ ઉંડી અસર પડે છે, તેથી જ્યાં આપણું ભોજન તૈયાર કરવામાં આવે છે ત્યાં આપણા રસોડાને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગેસ સ્ટોવથી માંડીને આખું રસોડું કંઈપણ ગંદું રહેવું ના જોઈએ. ઉપરાંત, તૂટેલા વાસણો રસોડામાં ન હોવા જોઈએ નહીં તો નકારાત્મક ઉર્જા તેમાંથી આવી શકે છે જે ઘરનું વાતાવરણ બગાડે છે.

ઘીનો એક દીવો અને ધૂપ અગરબત્તી પ્રગટાવો- જે ઘરોમાં સવાર-સાંજ નિયમિત પૂજા થાય છે, ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા હોતી નથી. માટે ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરો, સવારે અને સાંજે ઘીનો દીવો કરવો અને પૂજા દરમિયાન ઘંટ વગાડો. ઘંટડી વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. ઉપરાંત, જો તમે ઇચ્છો તો, તમે ઘરના બધા રૂમમાં સુગંધિત અગરબત્તીનો ધૂપ પણ બાળી શકો છો. આ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને વાતાવરણ સુગંધિત અને સુખદ રહે છે.

તુલસીનો છોડ વાવવો -ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ વાવવો આવશ્યક છે. તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સિવાય ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગણેશ, સ્વસ્તિક અને ૐ મૂર્તિ બનાવો. આમ કરવાથી પણ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં.

[quads id=1]

Related Articles

Back to top button