Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

SBI બેન્ક ની ચેતવણી: ભૂલ થી પણ ન કરો આ પાંચ કામ નહીં તો સેકન્ડ મા થઈ જશે ખાતુ ખાલી

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ ફરી એક વખત તેના 42 કરોડ ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે. એસબીઆઈએ તેની નવીનતમ ચેતવણીમાં ગ્રાહકોને આ પાંચ બાબતો વિષે ખાસ ધ્યાન રાખવાનું કહ્યું હતું. એસબીઆઈએ તેના ટ્વિટમાં પહેલી વાત કહી છે.

બેંકોને તાત્કાલિક જાણ કરો કોઈ પણ છેતરપિંડી વિશે
તમને જણાવી દઈ એ કે જો તમારા બેંક ખાતામાં છેતરપિંડી થઈ છે, તો તરત જ તેને તમારી બેંકમાં જાણ કરો. તમારી તરફથી ઝડપી માહિતી મળતાં અમે અમારા વતી તાત્કાલિક કાર્યવાહી કરી શકીએ છીએ. તમારા ખાતામાં કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિ માટે સાવધ રહો અને તરત જ અમને જાણ કરો.

એસબીઆઇએ આ કામ ન કરવાની સલાહ આપી છે,
એસબીઆઈએ તેના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે કે આ દિવસોમાં ઘણા હેકર્સ લોકોને વાતો માં ફસાવી ને તેમનું ખાતું ખાલી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને આ કાર્યો કરવાથી દૂર રહેવું પડશે. એસબીઆઈની આ બાબતો આપણા બધાને યાદ રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે:

1/5) તમારી વ્યક્તિગત વિગતો જેમ કે જન્મ તારીખ, ડેબિટ કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેંકિંગ વપરાશકર્તા આઈડી/પાસવર્ડ, ડેબિટ કાર્ડ પિન, સીવીવી, મોબાઈલ માં આવતો ઓટીપી કોઈને પણ શેર કરશો નહીં અને aઅ મેસેજ કોઈની સાથે અથવા વોટ્સએપ પર શેર કરશો નહીં.

2/5) જો તમને કોઈ એસબીઆઈ, આરબીઆઈ, સરકારી અધિકારી, પોલીસ કે કેવાયસી ઓથોરિટીના નામે ફોન કરે તો એલર્ટ થઈ જશો. કારણ કે બેંકો અથવા આરબીઆઈ તમારી પાસેથી ક્યારેય વ્યક્તિગત માહિતી ફોન પર માંગતી નથી.

3/5) બીજી બાજુ, જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને કોલ કરે છે અને તમને આ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે, તો બિલકુલ આવું ન કરો.

4/5) જો કોઈ અજાણ્યા ઇમેઇલ અથવા મેસેજમાં કોઈ લિન્ક જોડેલી હોય તો તેના પર ક્યારેય ક્લિક ન કરો. આ કરવાથી, તમારી વ્યક્તિગત માહિતી છેતરપિંડી કરનાર સુધી પહોંચશે.

5/5) કોઈપણ મોટી લોટરી કે જેના માટે તમે અરજી કરી નથી અથવા કોઈ મોટી ઓફર ના એસએમએસ પર વિશ્વાસ ન કરો. છેતરપિંડી કરનારાઓ તેમના દ્વારા તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરે છે અને તમારું એકાઉન્ટ હેક કરે છે અને તમારું એકાઉન્ટ ખાલી કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button