Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતજાણવા જેવુંધાર્મિકપ્રેરણાત્મક

આ છે અષાઢી બીજ અને રથયાત્રાનું આગવું મહત્વ અને મહાત્મ્ય- એક્વાર જરૂર વાંચવા અને જાણવા જેવુ

ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે.
અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે.

જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આજ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. જૂની કથા અનુસાર ઈ.સ. ૧૬૦૫માં ‘જામ લાખો ફુલાણી’ નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા.જામ લાખાજી આ જોઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું.

ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ, વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી.

કૃષની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રુક્મણી અચંભિત થઈ.સવાર થતા જ રુક્મણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા.

ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતા શ્રીકૃષ્ણજી દિવસમાં રાધાનુ નામ જ લે છે. ત્યારે માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહુ.ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી.

સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજ મહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી.

ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.

ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે. અને જે આ રથના દર્શન કે દોરડું ખેચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી  લઈ જાય છે.

ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.

આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે. સર્વધર્મસમભાવથી થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે.

[quads id=1]

Related Articles

Back to top button