Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

૨૧ જૂને છે ‘ગાયત્રી જયંતી’, આ છે પૂજા માટે શુભ મુહૂર્ત, આવી રીતે કરો મા ગાયત્રી ની અર્ચના.

આ વિશ્વ માં રહેલા બધા જ સુખ, સંપત્તિ અને સમપન્નતા, મા ગાયત્રી ની કૃપા થી પ્રાપ્ત કરી શકાય છે. ભારતીય પૌરાણિક કથાઓ- માન્યતાઓ અનુસાર જેઠ માસ નાં  શુક્લ પક્ષ ની એકાદશી (નિર્જલા એકાદશી) ને દિવસે ભગવતી મા ગાયત્રી નો આવિર્ભાવ થયો હતો. વેદો ની જનની વેદમાતા ગાયત્રી ને ભારતીય શાસ્ત્રો માં સર્વોચ્ચ માનવાં માં આવ્યાં છે. મંત્રો માં શ્રેષ્ઠતમ ગાયત્રી મંત્ર ની આધિષ્ઠાત્રી દેવી નાં રૂપ માં  એમનું મહત્વ બધાં જ શાસ્ત્રો તથા આગમો માં પ્રસિદ્ધ છે.

કોણ છે વેદમાતા ગાયત્રી? વેદમાતા ગાયત્રી બ્રહ્માજી ની શક્તિ છે. તેમજ આ સૃષ્ટિ નો આધાર છે. તેમનાં જ ગાયત્રી મંત્ર તથા શક્તિ ની મદદ લઈ ને ઋષિ વિશ્વામિત્રએ બીજી સૃષ્ટિ બનાવવા જેવું અઘરું કામ પણ શક્ય કરી દીધું હતું. આજે પણ હિંદુ ધર્મ નાં બાળકો માં જનોઈ સંસ્કાર કરતા સમયે તેમજ શિક્ષણ શરૂ કર્યા પહેલા ગાયત્રી મંત્ર નો ઉપદેશ આપવામાં આવે છે.

ગાયત્રી જયંતી પર શુભ મુહૂર્ત: આ વર્ષે નિર્જલા એકાદશી અને ગાયત્રી જયંતી બંન્ને ૨૧ જૂન ૨૦૨૧( સોમવાર) ના દિવસે છે. જેઠ શુક્લ એકાદશી તિથિ ૨૦ જૂન ૨૦૨૧ એ સાંજે ૪ વાગી ને ૨૧ મિનિટ પર શરૂ થઈ ૨૧ જૂન ૨૦૨૧ નાં બપોરે ૧ વાગી ને ૩૧ મિનિટ પર પૂરી થશે. ગાયત્રી પૂજા માટે ચોઘડિયા અનુસાર સર્વશ્રેષ્ઠ મુહૂર્તો માં બ્રહ્મ મુહૂર્ત, અમૃત કાળ તથા અભિજિત મુહૂર્ત ને સારું કહેવામાં આવ્યું છે.

  • બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગી ને ચાર મિનિટ થી સવારે ચાર વાગી ને ૪૪ મિનિટ સુધી રહેશે. 
  • અમૃત કાળ સવારે આઠ વાગીને ૪૫ મિનિટ થી અગિયાર મિનિટ સુધી રહેશે. 
  • આ જ રીતે અભિજિત મુહૂર્ત નો સમય બપોરે ૧૧ વાગી ને ૫૭ મિનિટ થી ૧૨ વાગી ને ૫૧ મિનિટ સુધી રહેશે. આમાંથી કોઈ પણ મુહૂર્ત માં પોતાની સુવિધા અનુસાર પૂજી કરી શકાય છે.

ગાયત્રી જયંતી નું મહત્વ: હિંદૂ ધર્મ માં ગાયત્રી મંત્ર તથા વેદમાતા ગાયત્રી બંન્ને ને જ પરબ્રહ્મ ની સંજ્ઞા દેવા માં આવી છે. આ દિવસે ગુરુકુળો માં નવા શિષ્યો નું મુંડન સંસ્કાર કરાવી તેમની શિક્ષા આરંભ કરવામાં આવે છે. જે બાળકો નો યજ્ઞોપવીત સંસ્કાર નથી થયો, તેમનો યજ્ઞોપવીત સંસ્કાર કરવા માં આવે છે. નિર્જલા એકાદશી પણ આ જ દિવસે હોવાથી આનું મહત્વ વધી જાય છે. આ દિવસે કરેલા પુણ્યો નું ફળ અખંડ અને અનંત હોવાનું કહેવામાં આવ્યું છે. આથી આ દિવસે વિભિન્ન પ્રકાર નાં ધર્મ-કર્મ, યજ્ઞ તથા અન્ય કર્મકાંડ કરવા માં આવે છે. ઘણી જગ્યાઓ પર આ દિવસે ગાયત્રી મંત્ર નાં વિભિન્ન અનુષ્ઠાન કરવા માં આવે છે.

આવી રીતે કરો મા ગાયત્રી ની પૂજા: મા ગાયત્રી ની પૂજા કરવાથી બધી જ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે. તથા વ્યક્તિ ની બધીજ યોગ્ય ઈચ્છાઓ પૂરી થાય છે. ગાયત્રી જયંતી નાં દિવસે સવારે સ્નાન વગેરે કરી સાફ, સ્વચ્છ ધોયેલા કપડા પહેરો તેમજ પોતાની નજીક નાં મંદિર માં અથવા ઘર નાં પૂજાઘર માં એક આસન પર બેસો. મા ગાયત્રી નાં ચિત્ર અથવા મુર્તિ ની ફૂલ, ધૂપ,દીપ, તિલક વગેરે દ્વારા પૂજા-અર્ચના કરો. ગાયત્રી ચાલિસા તેમજ ગાયત્રી સહસ્ત્રનામ નો જાપ કરો. ત્યાર બાદ ઓછા માં ઓછી અગિયાર માળા ગાયત્રી મંત્ર નો એકાગ્રચિત્ત રહીને જાપ કરો. જો શક્ય હોય તો તેનાથી વધુ વાર પણ કરી શકો.

ગાયત્રી મંત્ર નીચે પ્રમાણે છે.:

અર્થાત તે પ્રાણ સ્વરૂપ, દુ:ખ નો નાશ કરનાર, સુખ રૂપી, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપ નો નાશ કરનાર, દેવ સ્વરૂપ પરમાત્મા ને અમે અંતર આત્મા માં ધારણ કરીએ. તે ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ પર દોરે.

[quads id=1]

Related Articles

Back to top button