Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંધાર્મિક

કેમ દીકરીને બુધવારે સાસરે ના મોકલાય? જાણી લ્યો આ ખાસ વાત

હિન્દુ શાસ્ત્રમાં દરેક વારનું અનેરું અને અલગ મહત્વ છે અઠવાડિયાના દરેક દિવસના અલગ જ મહત્વ હોય છે. આપણે દરેક દિવસ પ્રમાણે આપણા દેવી-દેવતાઓની પૂજા કરીએ છીએ. ભારતમાં શાસ્ત્રો નું ઘણું મહત્વ છે. શાસ્ત્રોમાં અમુક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જે દિવસે ખાસ શુભ કામ કરી ન શકાય.

યાત્રાથી લઈને ઘણા કામો સામેલ છે. આજે અમે બુધવાર સાથે જોડાયેલ અનેક માન્યતાઓ વિષે જાણકારી આપશું. આપણાં વડીલોના કહ્યા અનુસાર બુધવારના દિવસે દીકરીને સાસરે નથી મોકલતા કારણ શું તે જાણીએ. આપણે ગણેશને વિઘ્નહર્તા અને મંગલકારક નામથી પણ ઓળખીએ છીએ.આપણે હંમેશાં જોતાં આવી છીએ કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરે તો પહેલા ગણપતિજીને પહેલું આમંત્રણ આપવામાં આવે છે.

બુધવારે પુત્રીઓને તેમના સાસરામાં ન કારણ મોકલવા પાછળનું કારણ જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે બુધવારના દિવસે દીકરીઓ ઘર છોડી બીજે જાય એ શુભ નથી. તે ખૂબ અશુભ ગણવામાં આવે છે. આ બુધવારના દિવસે પુત્રીને છોડીને જાય તો કોઈ પ્રકારનો અકસ્માત થવાની સંભાવના છે. આટલું જ નહીં, તમારી પુત્રીના સાસરિયાઓ સાથેનો સંબંધ પણ બગડી શકે છે. શાસ્ત્રોમાં આ ખરાબ શુકન સાથે સંકળાયેલા કારણો પણ વર્ણવવામાં આવ્યા છે.

બુધવારના દિવસે દીકરીને વિદાઈ આપવી એ દીકરી માટે ઘણું દુઃખદાયી સાબિત થઇ શકે છે. ખાસ કરીને ત્યારે કે જો દીકરીની બુધ ગ્રહની સ્થિતિ ઠીક ના હોય ત્યારે ભૂલથી પણ આવું કરવું ન જોઈએ. ઘણા સમય પહેલાની આ વાત છે એક રામપુર નગરમાં મધુસુદન નામના સાહુકારના લગ્ન ખુબ જ સંસ્કારી કન્યા સંગીતા સાથે થયા હતા.

એક વખત મધુસુદનના પરિવારને લોકોએ બુધવારના દિવસે સંગીતાને વિદાય આપવાનું કહ્યું. સંગીતાના માતા પિતા વિદાય આપવાની ઈછ ન પરંતુ જમાઈ માન્યા નહિ. અંતે વિદાય કરવી જ પડી.બંને રેલગાડીમાં જતા હતા અને અચાનક જ રેલગાડી ની પટ્ટી તૂટી ગઈ.

પછી બંને પગપાળા ચાલવા લાગ્યા. થોડું ચાલ્યા પછી સંગીતા ને તરસ લાગી. મધસુદન તેને એક ઝાડની નીચે બેસાડીને પાણી લેવા ગયો.થોડા સમય પછી એ પરત આવ્યો ત્યારે જોયું તો તે હેરાન થઇ ગયો તેની પત્ની પાસે તેના ચહેરા વારો એક માણસ બેઠો હતો.પરંતુ સંગીતા બંને માંથી સાચાને ઓળખી ન શકી.

મધસુદને તે વ્યક્તિને પૂછ્યું કે તું મારી પત્ની પાસે કેમ બેઠો છે? ત્યારે સામે વાલા વ્યક્તિએ કહ્યું અરે ભાઈ આ તો મારી પત્ની સંગીતા છે, તમે કોણ છો? એટલા માં જ મધસુદન ને ગુસ્સો આવ્યો. બંને ઝગડવા લાગ્યા.બંનેનો ઝગડો વધુ ઉગ્ર થયો ત્યાં રાજ્યના સિપાઈ આવી ગયા અને બંનેને રાજા પાસે લઇ ગયા. પરંતુ એ બંનેને જોતાં રાજા નિર્ણય લેવામાં અસમર્થ રહ્યા અને પછી તેમણે કારાગ્રહમાં નાંખવાનો નિર્ણય લીધો.

આ સાંભળી ને સાચા મધસુદનની હાલત ખરાબ થઇ ગઈ. ત્યારે જ એવામાં આકાશવાણી થઇ અને મધુસુદનને કહ્યું કે તે જબરદસ્તી બુધવારના દિવસે લાવવામાં આવી છે. આ બુધ દેવનો પ્રકોપ છે.ત્યાર બાદ મધસુદનને તેની ભૂલ સમજાય છે. અને તે આવી ભૂલ ભવિષ્યમાં ન થાય તેની ખાતરી આપે છે. બુદ્ધદેવ પાસે માફી માંગી અને ભવિષ્ય માં આવું ન કરવાનું વચન આપ્યું. તે પછી બુદ્ધ દેવ એ તેને માફ કર્યા.

ત્યારે જ ત્યાં બીજો વ્યક્તિ જે તેના જેવો જ હતો તે ત્યાંથી ગાયબ થઇ ગયો. રાજા અને અન્ય પ્રજા આ ચમત્કાર જોઈને હેરાન થઇ ગયા. આવી રીતે મધસુદનને બુદ્ધ દેવે તેની ભૂલની સજા આપી હતી.અને સાથે શીખ પણ આપી હતી આથી બુધવારે છોકરીઓને વિદાય નહિ કરતાં.

એક પૌરાણિક માન્યતા મુજબ બુધ ગ્રહ ચંદ્રને તેનો દુશ્મન માને છે. પરંતુ ચંદ્ર બુધને તેનો દુશ્મન નથી માનતો. શાસ્ત્રોમાં ચંદ્રમાંને યાત્રાના કારક માનવામાં આવે છે, જયારે બુધને ધનલાભ ન થાય. તેથી બુધવારના દિવસે કોઈ પણ યાત્રા હાનીકારક માનવામાં આવે છે. જો તમારો બુધ ખરાબ હોય તો દુર્ઘટના ની સંભાવના વધી જાય છે.

[quads id=1]

Related Articles

Back to top button