Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

ગણેશજી થી લઈને હનુમાનજી સુધી આ ભગવાનની આટલી પ્રદક્ષિણા કરવાથી મળે છે અઢળક લાભ

હકીકતમાં ભગવાનની પરિક્રમાનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. વિદ્ધાનોના મતે ભગવાનની પરિક્રમાથી અક્ષય પુષ્ણની પ્રાપ્તિ થાય છે. સુરક્ષા પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે. પરિક્રમા કરવાથી વ્યવહારિક અને વૈજ્ઞાનિક રીતે વાસ્તુ અને વાતાવરણમાં ફેલાયેલી હકારાત્મક ઊર્જા સાથે જોડાયેલ છે.

પૂજા કરતી વખતે ભગવાનની પરિક્રમા જરૂરથી કરવામાં આવે છે. પરિક્રમાને પૂજાનો જ એક ભાગ માનવામાં આવે છે. ભગવાનની મૂર્તિ સિવાય ઘણા લોકો મંદિર તેમજ પવિત્ર વૃક્ષોની પણ પરિક્રમા કરે છે. શાસ્ત્રોમાં પરિક્રમા સાથે સંબંધિત કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે અને શાસ્ત્રો અનુસાર બધા દેવી-દેવતાઓની પરિક્રમા ની સંખ્યા પણ અલગ અલગ હોય છે.

જાણકારોના મત મુજબ સૂર્ય દેવની પૂજા કર્યા બાદ તેઓની પરિક્રમા જરૂરથી કરવી જોઈએ અને તેઓની પરિક્રમા ની સંખ્યા ૭ હોય છે. શ્રી ગણેશજીની પરિક્રમાની સંખ્યા ૩ જણાવવામાં આવી છે. ભગવાન શ્રીવિષ્ણુ અને તેના બધા અવતારોની પરિક્રમા ની સંખ્યા ૪ હોય છે. જ્યારે દુર્ગા માતા સહિત દરેક દેવીઓની પરિક્રમા ની સંખ્યા ૧ છે. હનુમાનજીની પરિક્રમા ની સંખ્યા ૩ હોય છે. શિવલિંગની અડધી પરિક્રમા કરવી જોઈએ. શ્રીકૃષ્ણની ચાર પરિક્રમા કરવી જોઈએ. શ્રીરામની ચાર પરિક્રમા કરવી જોઈએ.ભૈરવ મહારાજની 3 પરિક્રમા કરવી જોઈએ.

જ્યારે પણ પરિક્રમા કરો તો દિશાનું ધ્યાન અવશ્ય રાખો અને ખોટી દિશાથી પરિક્રમા શરૂ કરવી જોઇએ નહીં. આવું કરવાથી પરિક્રમાનું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર પરિક્રમા કરતા સમયે તમારી દિશા યોગ્ય હોવી જોઈએ. જમણા એટલે કે સીધા હાથથી પરિક્રમા શરૂ કરવામાં આવે છે. ડાબા હાથનો અર્થ દક્ષિણ હોય છે, જેના કારણે પરિક્રમાને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે. જો પ્રતિમાની આસપાસ પરિક્રમા કરવાનું સ્થાન નથી, તો એક જગ્યાએ ગોળ ફરીને પણ પરિક્રમા કરી શકાય છે. ભગવાન ની પરિક્રમા કરતી વખતે નીચેનો શ્લોક જરૂર થી બોલવો જોઈએ.

યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ
તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે પદે

આ મંત્રનો અર્થ આ પ્રકારે છે – જાણતાં-અજાણતાં કરવામાં આવેલ અને પૂર્વ જન્મનાં બધાં જ પાપ પ્રદક્ષિણાની સાથે-સાથે નષ્ટ થઈ જાય. ભગવાન મને સારી બુદ્ધિ પ્રદાન કરો. શિવજીની પરિક્રમા કરતાં સમયે શિવલિંગની જલધારીને ઓળખવી જોઇએ નહીં. જલધારી સુધી પહોંચીને પરિક્રમા પૂર્ણ માનવામાં આવે છે, જેના કારણે શિવલિંગની પરિક્રમા અડધી માનવામાં આવે છે.પરિક્રમાને ભગવાનની પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે. પૂજાપાઠ પછી તેને અનિવાર્ય માનવામાં આવે છે. શાસ્ત્રોનું માનવામાં આવે તો ભગવાનની પરિક્રમા કરવાથી બધા જ પાપનો નાશ થઈ જાય છે. વળી, વિજ્ઞાન કહે છે કે મંદિરમાં પરિક્રમા કરવાથી શારીરિક ઊર્જાનો વિકાસ થાય છે. આ પરિક્રમા તમારી અંદર એક પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે. તેનાથી તમે ઊર્જાવાન અને સકારાત્મક મહેસુસ કરો છો.

જ્યારે પણ પરિક્રમા કરો તો દિશાનું ધ્યાન અવશ્ય રાખો અને ખોટી દિશાથી પરિક્રમા શરૂ કરવી જોઇએ નહીં. આવું કરવાથી પરિક્રમાનું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર પરિક્રમા કરતા સમયે તમારી દિશા યોગ્ય હોવી જોઈએ. જમણા એટલે કે સીધા હાથથી પરિક્રમા શરૂ કરવામાં આવે છે. ડાબા હાથનો અર્થ દક્ષિણ હોય છે, જેના કારણે પરિક્રમાને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે. જો પ્રતિમાની આસપાસ પરિક્રમા કરવાનું સ્થાન નથી, તો એક જગ્યાએ ગોળ ફરીને પણ પરિક્રમા કરી શકાય છે.

મંદિરમાં ભગવાનની મૂર્તિ ચારેય તરફ હકારાત્મક ઊર્જાથી ઘેરાયેલ હોય છે. અહી મંત્રોનું ઉચ્ચારણ, શંખ, ઘંટ વગેરે અવાજોથી હકારાત્મક ઊર્જા પેદા થયેલી હોય છે. આપણે ભગવાનની મૂર્તિની પરિક્રમા એટલા માટે કરીએ છીએ કે, આપણે પણ થોડીવાર માટે આ હકારાત્મક ઊર્જાની વચ્ચે રહીએ અને અહીં આ હકારાત્મક ઊર્જા આપણી ઉપર અસર પાડે. પરિક્રમા દરમિયાન દેવતાની પીઠ તરફ પહોંચીને અટકીને દેવ વિશેષને પ્રણામ કરો.દરેક પરિક્રમા પછી દેવી-દેવતાની સામે અટકીને પ્રણામ કરો અને છેલ્લી પરિક્રમામાં મન્નત માંગો.

[quads id=1]

Related Articles

Back to top button