Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

બધી મુશ્કેલી દૂર કરી જીવનમા સફળતા મેળવવા દરરોજ સવારમા કરો માત્ર આ મંત્રોચાર

દરેક વ્યક્તિને જીવનમાં સફર થવું ગમે છે અને તે સફળતા માટે તે પરિશ્રમ કરતો હોય છે, પરંતુ ક્યારેક તેના નસીબ આગળ બધુ વ્યર્થ લાગે છે. તો ક્યારેક ઘણાને નસીબ પ્રમાણે મહેનત ન કરતા  હોવા છતાં પણ ઘણી વસ્તુઓ મળી રહે છે અને પોતાના મુકામે પહોંચે છે. જ્યારે અમુક લોકોને માંગ્યા વિના બધુ મળી જાય છે જ્યારે બીજા ઘણી મહેનત કર્યા પછી પણ કઈ મેળવી  શકતા નથી. પરંતુ મહેનતું વ્યક્તિનું ભાગ્ય ઘણું ઊંચું અને મજબૂત હોય છે.

આજકાલના સમયમાં રોજી રોટી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. અનેક પ્રયત્નો છતાં પણ મનગમતું અથવા કોઈ કાર્ય મળતું નથી જ્યાં જુઓ ત્યાં બેરોજગારી જોવા મળે છે અને આર્થિક રીતે ની સહાય થઈ જાય છે. તેના લીધે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ન કરવા જેવા કામ કરી મૂકે છે. પરંતુ આ બધામાંથી બહાર નીકળવાના ઘણા માર્ગો હોય છે. જે આપણને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે અને મનને શાંત કરશે સફર થવામાં આ મંત્ર મદદ રૂપ થશે જાણીએ તેના વિષે.

कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती |कर मूले गोविंदाय प्रभाते कर दर्शनम् |

સવારે ઉઠયા પછી પથારીમા બેઠા-બેઠા આપણા મુલાયમ હાથોને જોઇને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ સવારે ઉઠતાં જ પોતાના હાથોને વંદન સ્થિતિમાં લઈ આ મંત્ર બોલી ત્રણ વાર માથા ઉપર હાથ કરવો જોઈએ. રોજ આ મંત્રનો જાપ કરવાથી તમે જીવનમાં તાજગી અનુભવશો અને તમને સુખ-શાંતિ પ્રાપ્ત થશે.જીવનમાં સફળતા મેળવવા માટેનો આ એક મંત્ર છે.

मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज | मंगलम् पुंडरीकाक्ष मंगलाय तनो हरी |

આ શ્લોક સવારે બોલવામાં આવે છે  સવારનો સમય એ મંગલકારી હોય છે  થોડા દિવસ આ મંત્રોચ્ચારણ ચાલુ રાખવાથી તમને ઘણો ફરક જોવા મળશે. આ મંત્રના મંત્રોચ્ચારણથી જ  સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ વ્યક્તિના જેટલા પણ અટવાયેલા કામ હશે તે થવા લાગશે અને તેને સુખની અનુભૂતિ થશે. જે વ્યક્તિ આ મંત્રનો મંત્રોચ્ચારણ કરશે તે હમેશા ખુશ રહેશે. જીવનમાં ધારેલી સફળતા મેળવવાનો આ બીજો મંત્ર છે.

गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर |परमब्रह्मा तस्मै श्री गुरुवे नमः |

નિયમિત સવારે ઉઠયા પછી આ મંત્રનો મંત્રોચ્ચારણ કરવામાં આવે છે, સવારે ઉઠીને સૌથી પહેલા ગુરુને વંદન કરવા જોઈએ. કારણ કે ગુરુ એ આપણાં જીવનના માર્ગદર્શક હોય છે ગુરુ વિના જીવનનું કોઈ મૂલ્ય નથી. તમારા જીવનમા શાંતિ જળવાઈ રહે છે. દરેક વ્યક્તિની સફળતા પાછળ કોઈને કોઈ ગુરુનો હાથ હોય છે, સફળતા મેળવવાનો આ ત્રીજો મંત્ર છે.

 

[quads id=1]

Related Articles

Back to top button