Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

ગણેશજીના આ મંદિરે દર્શન કરનારના સર્વ દુખ થઈ જાય છે દૂર, ખૂબ જ અનેરું મહત્વ છે આ ચિંતામણી ગણેશજી મંદિર નું

ગણપતિજીને સમગ્ર દેવી-દેવતાઓમાં સૌપ્રથમ પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો પર ભગવાન ગણેશજીની કૃપાદૃષ્ટિ વરસે તે વ્યક્તિનાં જીવનનાં તમામ સંકટ દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ખાસ કરી ને બુધવારના દિવસ ભગવાન ગણેશજીની વિષહ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ બુધવારનાં દિવસે સમગ્ર વિધિપૂર્વક ભગવાન ગણેશજીની પૂજા કરે તો તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઇ જાય છે.

ભગવાન ગણેશ ને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. તેમનુ પૂજન કરવાથી મનુષ્યના જીવનના તમામ દુઃખ, તકલીફ અને સંકટ ટળી જાય છે. અહી અમે તમને એક એવા ચમત્કારિક અને પ્રસિદ્ધ ગણેશજી ના મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં દર્શન માત્રથી જ લોકો ની તમામની ચિંતાઓ દૂર થઈ જાય છે. ગણપતિદાદા નાં આ મંદિરમાં ભગવાન પોતાના આવનારા ભક્તોનાં દુઃખ અને તકલીફ દૂર કરે છે. અહી આજે તમને ભગવાન ગણેશજીનાં જે પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિર વિશે જાણકારી આપશુ, તે મંદિરનું નામ ચિંતામણી ગણેશ મંદિર છે.

દુનિયાભરમાં આ ગણેશ મંદિર પ્રસિદ્ધ છે અને આ મંદિર અનેરું મહત્વ છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભારતમાં કુલ ચાર ચિંતામણી ગણેશ મંદિર આવેલા છે. એક ભોપાલ નજીક સિરોહીમાં છે, બીજું મંદિર ઉજ્જૈનમાં આવેલ છે અને ત્રીજું રાજસ્થાન રાજ્ય ના રણ થંભોરમાં અને ચોથું ગુજરાત સ્થિત સિદ્ધપુરમાં છે. આ મૂત્રિ મંદિરોની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું જણાવવામાં આવે છે. સ્વયંભૂનો નો અર્થ એમ થાય છે કે મંદિર ની આ મૂર્તિ જમીન માંથી આપમેળે જ પ્રગટ થયેલી છે.

વધુ માં જોઈએ તો ભોપાલનાં સિરોહી માં આવેલ ચિંતામણી ગણેશ મંદિર માટે એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના રાજા વિક્રમાદિત્યએ કરી હતી. એવું કહેવાય છે કે આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ ભગવાન ગણપતિ એ સ્વયં રાજાને આપી હતી. એકવાર ભગવાન રાજાના સપનામાં આવ્યા હતાં અને તેમને જણાવ્યું હતું કે પાર્વતી નદીના તટ પર પુષ્પમાં મારી મૂર્તિ છે અને તેને સ્થાપિત કરો. જ્યારે રાજા જાગીને નદી તટ પર પહોંચે છે તો તેમને એ પુષ્પ મળે છે અને તેને લઇને તે પરત ફરે છે. ત્યારે રસ્તામાં રાત થઈ ગઈ હતી અને તેમનું પુષ્પ અચાનક જ પડી ગયું હતું અને ગણેશજીની મૂર્તિમાં પરિવર્તિત થઇ જાય છે.

પુષ્પ માંથી બનેલી ભગવાન ગણેશજીની મૂર્તિ જમીનમાં ફસાઈ ગઈ હતી. રાજાએ તેને બહાર કાઢવાનો ઘણો પર્યત્ન કર્યો હતો પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી કોશિશ નાકામ રહી એટલે ત્યાં જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમય થી આ મંદિરનું નામ ચિંતામણી ગણેશ મંદિર પડ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે ઉજ્જૈનમાં જે ચિંતામણી ગણેશજીનું એક મંદિર સ્થિત છે. તે મંદિરના ગર્ભગૃહમાં ત્રણ પ્રતિમાઓ ગણેશજીનાં ૩ રૂપો (ચિંતામણી, ઈચ્છામણી અને સિદ્ધિ વિનાયક) સ્વરૂપે વિરાજમાન છે. પૌરાણિક કથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે વનવિચરણ દરમિયાન સ્વયં ભગવાન શ્રીરામજીએ આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે જો મંદિરની દિવાલ પર ઉંધું સ્વસ્તિક બનાવવામાં આવે છે તો તેનાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

[quads id=1]

Related Articles

Back to top button