ગજબ :- ઈન્સ્ટાગ્રામ પર 1 ફોટો શેર કરીને ગુજરાતનો આ છોકરો કમાય છે હજારો રૂપિયા, જાણો તમે પણ કરી કમાણી કરી શકો છો?
સોશ્યલ મીડિયાના આ યુગમાં ફોટોગ્રાફી અને ફોટા શેર કરવાનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. બીજી બાજુ જો તમે ફોટા શેર કરવાની વાત કરો તો આ સમયે શ્રેષ્ઠ માધ્યમ એ ઈન્સ્ટાગ્રામ છે. આ દિવસોમાં લાખો લોકો તેમના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જ્યારે કેટલાક લોકો એવા છે, જે ફોટા શેર કરીને પૈસા પણ કમાઇ રહ્યા છે.
ગુજરાતના વતની નીલ પટેલને મુસાફરીનો ખૂબ શોખ છે અને તે સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટા શેર કરે છે. જેમાં તેની તસવીરોને સારી લાઈક પણ મળતી હતી. જે બાદ તેને વિચાર્યું કે ફોટા શેર કરીને પૈસા કેવી રીતે કમાઈ શકાય?
આ માટે નીલે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું અને ફોટા શેર કરવાનું શરૂ કર્યું. નીલે શેર કરેલા ફોટામાં એક સામાન્ય છોકરાનું જીવન બતાવવામાં આવે છે. જોકે ધીરે ધીરે લોકોએ તેની આ તસવીરો પસંદ આવવા લાગી હતી.
નીલની ખેડૂત જીવનની તસવીરો અને ગરીબ બાળકો સાથે વિતાવેલા સમયની ખૂબ પ્રશંસા કરવામાં આવી. જે પછી ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ ઝડપથી વધવા લાગ્યા.
ધીરે ધીરે તેના દ્વારા લેવામાં આવેલા ફોટો વધુ લોકપ્રિય થવા લાગ્યા. જે બાદ નીલે ફોટોગ્રાફી માટે પોતાનો તમામ સમય આપ્યો. તેમનું કામ આગળ વધ્યું અને તે ઘણી ટૂરિસ્ટ કંપનીઓ અને જાહેરાત કંપનીઓ સાથે જોડાયો, તેને ટ્રાવેલ કંપનીની ફોટોગ્રાફી માટેની ઓફર પણ મળી હતી. નીલના કહેવા મુજબ, તેમને ફોટો માટે 25 હજાર રૂપિયા મળે છે. આ રીતે તેઓ મહિનામાં એક લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.