Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબ

રાતોરાત ફેમસ થવાના ચક્કર માં લાઇવ સ્ટ્રીમ માં માનવતાની તમામ હદો વટાવી કરી એવી હરકત કે જાણી ને તમે પણ ચોકી જશો

રશિયામાં વીડિયો બનાવતા યુટ્યુબર્સો એ એક ખતરનાક કલ્ચર ઊભું કર્યું છે. આ કલ્ચર એવા વિડીયો બનાવે છે કે વીડિયોમાં ઘણા લોકો બીજા લોકોને ટોર્ચર કરે છે, લોકો પર અત્યાચાર કરે છે, અને અપરાધ પણ કરે છે. યુટ્યુબ આવા વેદીઓ બનાવનારને બ્લોક પણ કરે છે છતાં આવા યુટ્યુબર્સો બ્લોક અને સેન્સરને હેક કરવામાં સફળ થાય છે. આવા વિડીયો બનાવીને યુટ્યુબર્સો ઘણી કમાણી કરે છે.

રશિયામાં વીડિયો બનાવતા યુટ્યુબર્સની આ વાત છે. આ યુટ્યુબર્સ વચ્ચે એક ભયજનક કલ્ચર બની રહ્યું છે. આ યુટ્યુબર્સ વીડિયોમાં એવું જોવા મળે છે કે ઘણા લોકો બીજા લોકોને ટોર્ચર કરે છે. બીજા પર અત્યાચાર કરે છે. એટલી હદ સુધી અપરાધ કરે છે કે લોકોને મારી પણ નાખે છે. રશિયાના લોકો આવા યુટ્યુબર્સના આ કલ્ચરને નાશ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સાથે સાથે પોલીસ પણ જરૂરી મહેનત કરી રહી છે. આ સિવાય ઘણા રશિયન રાજકારણીઓ આવા યુટ્યુબર્સને બૅન કરવા પણ તૈયાર થયા છે.

2020માં ડિસેમ્બર મહિનામાં રશિયાના એક યુટ્યુબરે સ્ટેસ રિફેલી પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેને પોતાની ગર્લફ્રેન્ડને મારી નાખી હતી. સ્ટેસ પર એવો આરોપ છે કે તેને પોતાની ગર્લફ્રેન્ડને ખૂબ જ ઠંડીમાં કપડાં વગર બાલ્કનીમાં પૂરી દીધી હતી. આમ કરવાથી ગર્લફ્રેન્ડનું મોત થયું હતું. આ બધું  કરવા પાછળનું મુખ્ય કારણ પોતાની યુટ્યુબ ઓડિયન્સ છે. આ આખી  ઘટના યુટ્યુબ પર લાઈવ થઈ રહી હતી.

યુટ્યુબર્સનું આ કલ્ચર એટલું ભયજનક બની ગયું છે કે આ લોકો દ્વારા થોડા મહિના પહેલા પણ એક પ્રેગ્ન-ન્ટ મહિલાની હત્યા થઈ હતી. આ સિવાય આવી જ રીતે એક ટ્રેશ સ્ટ્રીમમાં એક ઘર વગરની વ્યક્તિને લાઈવ સ્ટ્રીમ કરતા કરવા માટે સળગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત એકવાર એક મહિલાના માથાને સતત એક ટેબલ પર પછાડવામાં આવતું હતું.

આ મહિનામાં  કેટલાક બ્લોગર્સ પર આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. યુટ્યુબર્સ દ્વારા એક મહિલાના અપાર્ટમેન્ટમાં ઘૂસીને મહિલાને તેને ડ્ર-ગ આપી અને મહિલાની સાથે બળા-ત્કારનું પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.મહત્વની વાત એ છે કે, યુટ્યુબ આ પ્રકારના લોકો અને લાઇવ સ્ટ્રીમને બ્લોક કરી નાખે છે છતાં પણ કેટલીકવાક કેટલાક યુટ્યુબર્સ બ્લોક અને સેન્સરને હેક કરવામાં સફળ બને છે.

ઘણી વખત યુટ્યુબ આવા વીડિયોને બ્લોક કરે છે. પરંતુ કન્ટેન્ટ બનવનારાઓ આ વીડિયોને ટેલીગ્રામ જેવી એપ દ્વારા પોતાના ફેન્સ અને ફોલોઅર્સને મોકલે છે. યુટ્યુબર્સના આ કલ્ચરની બીજી પણ એક ચાલ છે. ઘણી વખત આ ટ્રેશ સ્ટ્રીમ વીડિયોમાં એવા લોકો પણ આવી જાય છે જે વિડીઓમાં પોતાની જાતને શરમજનક બતાવીને પૈસા કમાવવા માટે જાણીતા છે.

વેલેન્ટિન ગાનીચેવ આવી જ એક વ્યક્તિ છે. તમે ઘણા વીડિયોમાં ગાનીચેવને જોયો હશે. એવા ઘણા વિડીયો છે જેમાં ગાનીચેવને દફનાવામાં આવતો હોય છે, મારવામાં પણ આવતો હોય છે અને તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરવામાં આવતો છે.

પરંતુ જ્યારે આ વાતની પોલીસે જાણકારી મેળવી તો તેમને ખબર પડી કે આ ગાનીચેવ જાણી જોઈને આવા વિડીઓમાં આવતો હોય છે કારણ કે તેના વીડિયો ઘણા ફેમસ થતા હતા અને તેનાથી તેને પૈસા કામવવાની તક મળતી હતી. કોરોનાવાઈરસ મહામારીને કારણે ઘણા બેરોજગાર લોકો આવા વીડિયોનો ભાગ બનીને પૈસા કમાવવાનો પ્રપ્રયત્ન કરી રહ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button