Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતલાઈફસ્ટાઈલ

એકદમ આલિશાન અને વૈભવી જીવન જીવે છે ડાયરા કિંગ કીર્તિદાન ગઢવીનો સુપુત્ર, તસવીરો જોઈને નહીં કરી શકો વિશ્વાસ…

આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી મનોરંજન ઉદ્યોગમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે અને જેને લોકો દ્વારા પસંદ પણ કરવામાં આવે છે. ફિલ્મોની સાથે સાથે લોકો ડાયરા અને ગીતોને પણ પસંદ કરી રહ્યા છે. જ્યારે પણ ગુજરાત માં કોઈ જગ્યાએ ડાયરા નું આયોજન હોય ત્યારે લોકો દૂર દૂરથી તેની મજા માણવા માટે આવતા હોય છે.

હાલમાં ગુજરાત માં ડાયરા કરવા માટે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, દેવાયત ભાઈ વગેરે જેવા નામી કલાકારો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. આમાં કિર્તીદાન ગઢવી બહુ જૂના ખેલાડી છે, જેઓ તેમના સુરીલા અવાજ અને બોલવાની પ્રતિભાથી લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

જોકે આજના આ વિશેષ લેખમાં અમે તમને કિર્તીદાન વિશે કહી પંરતુ તેમના સુપુત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પિતાની જેમ જ તેમનો પુત્ર પણ આલીશાન જિંદગી જીવે છે. તેમના પુત્રનું નામ ક્રિસન ગઠવી છે. જોકે આજે ક્રીસન જે જિંદગી જીવી રહ્યો છે, તેની પાછળ પિતાની મહેનત છુપાયેલી છે. કિર્તીદાન ગઢવી એ તેમના શરૂઆતી દિવસોમાં ઘણો સંઘર્ષ કર્યો છે. આજ કારણ છે કે લોકો તેમની સફળતાની પ્રશંસા કરતા થાકતાં નથી.

ગુજરાતના સુરીલા સિંગર અને ડાયરા કિંગ કીર્તિદાન ગઢવી નો જન્મ આણંદ જિલ્લાના વાલ્વોડમાં ગામમાં થયો હતો. તેઓએે એમ એસ યુનિવર્સીટી માં સંગીત ક્ષેત્રે બીપીએ અને એમપીએ માં ડિગ્રી પ્રાપ્ત કરી છે. જોકે તેમના શરૂઆતના દિવસો સરળ નહોતા, તેઓએ ગરીબીની બહુ નજીકથી જોઈ છે.

તમને જણાવી દઈએ કે કિર્તીદાન અને માયાભાઈ આહીર ની જોડી એકદમ રસપ્રદ છે. જ્યારે તેઓ બંને એકસાથે સ્ટેજ પર હોય તો ત્યારે વાતાવરણમાં સુગંધ ફેલાય જાય છે. તેમની વચ્ચે મામા ભાણા નો સબંધ છે. લોકો તેમની જોડીને ખૂબ જ પ્રેમ કરે છે.

કિર્તીદાન ગઢવી શરૂઆતમાં ફક્ત સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ પોગ્રામ કરતા હતા પરંતુ હવે તેમની ખ્યાતિ દેશ વિદેશમાં પણ છે. તેઓએ અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણી વિદેશી ભૂમિ પર સારું એવું નામ કમાવ્યુ છે.

તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીના બગલોનું નામ સ્વર છે, જે તેમના પુત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેઓએ આ બંગલામાં ફેબ્રુઆરી 2016માં પ્રવેશ કર્યો હતો. પ્રકૃતિના ખોળે બનાવવામાં આવેલ તેમના ઘરને દર્શન પરમારે ડિઝાઇન કર્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button