Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ધૈર્યરાજની સારવાર માટે જોતજોતામાં કરણી સેનાએ ભેગા કરી દીધા આટલા બધા પૈસા, જાણો એક ક્લિક પર..

આજના સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ધૈર્યરાજ નામના બાળકની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી રહી છે. ધૈર્યરાજ એક જટિલ બીમારીનો શિકાર બની ચૂક્યો છે. જોકે તેની સારવાર પણ ખૂબ મોંઘી આવે છે. જેના લીધે તેના માતા પિતા દ્વારા ગુજરાતની જનતા ને મદદ માટે અપીલ કરી છે.

આ સમય દરમિયાન ગુજરાતની જનતા પણ યથાશકિત પ્રમાણે આ માસૂમ દીકરાનો જીવ બચાવવા માટે દાન આપી રહી છે. જેમાં સામાન્ય લોકોની સાથે સાથે સેલિબ્રિટી, નેતાઓ, રાજકરણ ના લોકો પણ સામે આવી રહ્યા છે અને દાન આપી રહ્યા છે. આજ ક્રમમાં વિવિધ રસ્તાઓ પર અમુક સંસ્થાઓ, સમાજ અને ગ્રુપ દ્વારા પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે. જેના થકી માસૂમ દીકરાનો જીવ બચાવી શકાય.

તમને જણાવી દઈએ કે આ માસૂમ દીકરાનો જીવ બચાવવા માટે આશરે 16 કરોડ રૂપિયા ની જરૂર છે. જેના કારણે લોકો દાન આપી રહ્યા છે. આ દાનનો મોટો ભાગ તો દાન થકી પ્રાપ્ત થઈ ગયો છે, જે એક સારી વાત છે. જોકે હજુ પણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ છે.

ધૈર્યરાજ હાલમાં કોઇ એક માતા પિતાનો નહીં પંરતુ આખા ગુજરાતનો દીકરો બની ગયો છે. જેની મદદ માતા હજારો લોકો સામે આવી રહ્યા છે. આવામાં કરણી સેના પણ આ માસૂમ બાળકની મદદ માટે આગળ આવી રહી છે.

આજ ક્રમમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે એક વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેઓ માસૂમ બાળકની મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. તેઓ કહે છે કે હાલમાં ધૈર્યરાજની મદદ માટે ઘણા લોકો આગળ આવી રહ્યા છે. આવામાં ગુજરાતના યુવાનો અને ધાર્મિક સંસ્થાઓને દિલથી આર્શિવાદ પાઠવું છું.

તેઓ કહે છે કે કે સારામાં સારું ફંડ ભેગુ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવામાં હું રાજ શેખાવત કરણી સેનાના બધા જ લોકોને વિનતી કરું છુ કે પોતપોતના વિસ્તારમાં ફંડ ભેગુ કરવાનું કામ કરે.

હું તેઓને વિનતી કરું છુ કે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક કોઈ પણ જાહેર જગ્યાએ જઈને પૈસા ભેગા કરવાનું કામ કરવું જોઈએ. આ પૈસા વધારે માત્રામાં એકત્ર થાય ત્યારબાદ તેને ધૈર્યરાજના એકાઉન્ટમાં ટ્રાન્ફર કરી દેવામાં આવશે. તેઓ આગળ કહે છે કે ધૈર્યરાજની જોઈતી મદદ કરવી જોઇએ, જેના કારણે કોઈ માસૂમની જિંદગી બચાવી શકાય છે.

[quads id=1]

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button