
COVID-19 India Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં COVID-19 ના 30,615 નવા કેસ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 514 લોકોના મોત થયા છે. જયારે, 82,988 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 4,27,23,558 કેસ મળી આવ્યા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા 3,70,240 છે. જે જાહેર કરવામાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં #COVID19 ના 30,615 નવા કેસ નોંધાયા છે, 82,988 સ્વસ્થ થયા છે અને 514 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
કુલ કેસઃ 4,27,23,558
એક્ટિવ કેસો: 3,70,240
કુલ રિકવરી: 4,18,43,446
કુલ મૃત્યુઃ 5,09,872
કુલ રસીકરણ: 1,73,86,81,675
भारत में पिछले 24 घंटों में #COVID19 के 30,615 नए मामले आए, 82,988 रिकवरी हुईं और 514 लोगों की कोरोना से मौत हुई।
कुल मामले: 4,27,23,558
सक्रिय मामले: 3,70,240
कुल रिकवरी: 4,18,43,446
कुल मौतें: 5,09,872
कुल वैक्सीनेशन: 1,73,86,81,675 pic.twitter.com/YtX1A339PH— ANI_HindiNews (@AHindinews) February 16, 2022
જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 1,73,86,81,675 લોકોએ કોરોનાની રસી લઇ લીધી છે. એટલું જ નહીં, કોરોનાથી સાજા થનારા સંક્રમિત લોકોની સંખ્યા 4,18,43,446 છે. આ સિવાય કોરોનાને કારણે 5,09,872 લોકોના મોત થઇ ગયા છે.
આ પહેલા મંગળવારે દેશમાં કોરોનાના 27,409 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 82,817 લોકો કોરોનાથી સાજા થયા હતા, જ્યારે 347 લોકોના મોત થયા હતા. જયારે, સોમવારે દેશમાં કોરોનાના 34,113 નવા કેસ નોંધાયા હતા. રવિવારે 44,877 કેસ નોંધાયા હતા. સોમવારે, 346 લોકોના કોરોનાથી મોત થયા હતા, જ્યારે રવિવારે 684 લોકોના સંક્રમણને કારણે મોત થયા હતા. ત્રીજી લહેરમાં, કોરોના કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.