Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

દરેક મનોકામના પૂર્ણ કરતાં ચેહર માં નું પ્રાગટ્ય અને ઇતિહાસ, તમારા અટકેલાં કામ પૂર્ણ કરવા જરૂર જાણી લ્યો

ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું મરતોલી ગામ જયાં ચેહરમાંનું ધામ કહેવાય છે.ચેહરમાં ના દર્શન કરવા   માટે તમારે  મહેસાણાથી 21 કિ.મી અને બહુચરાજીથી 22 કિ.મીના અંતરે  આવેલું છે.અહીં દર્શનાથી દૂર દૂરથી યાત્રિકો આવે છે તેમના  માટે રહેવા તથા જમવાની બધી  સગવડ પણ કરવામાં આવી છે.

આજની સદીમાં લોકો ભાવભક્તિ અને માતાના પરચાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે, ચેહર માના મંદિરની બહાર પ્રસાદ,ચુંદડીની દુકાનો,નાના બાળકો માટે રમકડાની દુકાનો,તથા ચા-પાણીની દુકાનો છે. કહેવાય છે કે સુખમાં સો સંગાથ પણ દુઃખમાં મારી માં   ગુજરાતમાં આ ગીતે એક અલગ માહોલ જગાવ્યો છે “સુખમાં ભલે સો સંગાથી,દુ:ખમાં મારી ચેહર કાફી.ચેહરમા ના આ લોક ગીતની મધુરતા ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી છે.

માતાની ઇતિહાસની ગાથા પણ અલોકીક છે માતાનો જન્મ આજથી 1000 વર્ષ પૂર્વે વસંત પંચમીના પવિત્ર દિવસે કેસૂડાના વૃક્ષ નીચે હાલાડી ગામમાં થયો હતો.ચેહરમાનો ઉછેર એક રાઠોડ પરિવારમાં થયો હતો એમના લગ્ન વાઘેલા પરિવારમાં થયા હતા,જે ગામ તેરવાડા હતું.

લગ્નના થોડાક  સમયમાં જ પતિનું અકાળે મૃત્યુ થઈ જતા જ પરિવારે ચેહરમાને મૃત્યુનું કારણ સમજી લીધા બાદ ઘરમાં સારું વર્તન  કરતા ન હતા. પરન્તુ ચેહર મા નાનપણથી જ આધ્યાત્મિક ભાવ ધરાવતા હતા.તેથી તેમના ગુરુ ઓગળનાથના શરણે ગયા.ગુરુ ઓગળનાથે ભગવાનની કૃપા સમજી  ચેહર માને એકનિષ્ઠ બનાવ્યા ઘણી બધી તાલીમ આપી અને તાંત્રિક વિધામાં પારંગત કર્યા.

થોડા સમયમાં ગુરુ ઓગળનાથે તે ગામ છોડી દીધું. પાછળ મા ચેહરે પણ તેરવાડા ગામ છોડી દીધું અને ગુરુની સાથે ચેહર મા બનાસકાંઠા, પાટણ, આમ બધે જ પોતાની ભક્તિ ના દર્શન કરાવી અંતે મહેસાણા જિલ્લાના મરતોલીમાં ગામા બિરાજમાન થયા. મરતોલી ગામમાં ચેહર માતાના દર્શનથી નામ-જાપથી ફાયદા તો ઘણાને માનતાઓ ફરવા લાગી દુઃખ દૂર થવા લાગ્યા માના દર્શનથી અમુક ભક્તોના તો ધાર્યા કામ પાર પડ્યા.

એક દિવસ માં ગામમાં જ રબારીઓને પોતાનો પરચો આપી મા ચેહર વરખડી નીચે પોતે ફૂલનો દડો થઈ ગયા તેમની બાજુમાં જ કુમકુમ પગલાં પાડ્યા જે આજે જોવા મળે છે આ વરખડી 900 વર્ષ જૂની છે. આમ સમય પસાર થતો ગયો અને ગામલોકો અને ભુવાજીએ ભેગા મળી યજ્ઞ માટે માની મંજૂરી માગી. ચેહરમાં પોતાના ભક્તોની માંગ સ્વીકારી  યજ્ઞ માટે મંજૂરી આપી.વર્ષ 1996 માં સતચંડી યજ્ઞનું આયોજન કર્યું.માતાજીનો મંડપ બંધાયો અને ગામલોકો માતાજીનાં પ્રસંગ માટે તૈયારીઓ શરૂ કરી.

ચેહરમાના આ બે દિવસના કાર્યક્રમની શરૂઆતમાં જોત જોતામાં મરતોલી ગામમાં માતાજીનો ઉત્સવ છે તેવી જાણ થતાં આજુબાજુના ગામલોકો પણ દર્શનાર્થે આવવા લાગ્યા. ભક્તોની ભીડ જોતા મંદિરના આયોજક અને ભુવાજી મહાદેવ ભાઈ દેસાઇએ ભીડ જોતા માતાની પ્રસાદી ખૂટશે એ વાતથી માતાની બાજુમાં જ 5 લાડું  મૂકી ચુંદડી ઓઢાડી અને કહ્યું મા હવે જે છે તું જ સંભાળજો અને આ ભગતની  લાજ રાખજો. થોડાક સમય થતા લાડુના પ્રસાદને આ બધા જ ભક્તોને પ્રસાદ પીરસજો. મારી મા ચેહર બધું જોઈ લેશે અને હા કોઈ ભક્ત માતાજીનો પ્રસાદ લીધા વિના પાછો ન જાય તેનું ધ્યાન  રાખજો.

આટલું કહી મહાદેવ ભાઈ દેસાઈ થોડા સમય પછી જે આ લાડુ રાખ્યા હતા,ત્યાં તો માતાની ચૂંદડી જે ઢાંકેલી હતી તે 10 ફૂટ લાંબી થઈ ગઈ અને લાડુ પર વધી ગયા હતા. પછી 2 દિવસ સુધી જે  ભક્તો દર્શનાર્થે આવ્યા પ્રસાદી પણ આપી છતાં લાડુનો પ્રસાદ ક્યારેય ઘટ્યો નહીં. હજી આજે પણ મંદિરમાં ત્યારની ચૂંદડી અને લાડું છે જે તે સમયના મંદિરમાં રાખવામાં આવેલ છે જે હજી એજ લાડુ છે જે તે સમયની યાદ તાજી કરે  છે. ચેહરમાંના નાના મોટા પરચાઓ જોવા મળે છે. આજે માતાનું મંદિર ઘણું મોટું બન્યું છે જ્યાં આજે જમવા રહેવાની સગવડ પણ છે.

[quads id=1]

Related Articles

Back to top button